સુરતમાં કાળમુખા ટ્રકે 12 વર્ષની દીકરીને જીવતી કચડી નાખી- ચક્ષુદાનથી બે વ્યક્તિને મળશે નવજીવન

સુરત(Surat): શહેરના છાપરાભાઠા(Chhaprabhatha) સીતારામ મઢુલી ચાર રસ્તા નજીક ટ્રકની અડફેટે એક બાળકી મોતને ભેટી હતી. વિદ્યાર્થિનીના અકસ્માતના CCTV સામે આવતા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. શહેરી વિસ્તારમાં બેફામ રીતે દોડતા ટ્રક ચાલકો સામે પોલીસની ઢીલી નીતિને કારણે વધુ એક શ્રમજીવીએ દીકરી ગુમાવી હોવાનું સામે આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 24મીના રોજ સરકારી પ્રાથમિક શાળાએથી ધોરણ-7ની વિદ્યાર્થિની ઘરે જતા ભર બપોરે એક ટ્રકે કચડી નાખી હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે માસૂમ બાળકીના અકસ્માત કેસમાં લગભગ 36 કલાકની અંદર જ ટ્રક ચાલક જામીન પર છૂટી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સુરતના અમરોલીના છાપરાભાઠામાં એન્ટિલિયા ડ્રિમ્સમાં મજદુરી કામ કરતા 42 વર્ષના દીપકભાઈ પીપલિયા એ જણાવતા કહ્યું હતું કે, મર્યાદિત આવકમાં તેઓ પત્ની 8 વર્ષના પુત્ર ધ્યાન અને 12 વર્ષની પુત્રી દિશાનું ગુજરાન ચલાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, દિશા છાપરાભાઠાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારના રોજ દિશા ભર બપોરના સમયે શાળાએથી ઘરે પગપાળા પરત ફરી રહી હતી. ત્યારે બાપા સીતારામ મઢુલી ચાર રસ્તા નજીક કાળમુખી ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લઈ કચડી નાખતા કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ બાળકીનું ઘટના સ્થળે જ દિશાનું મોત નિપજયું હતું. ઘટના બાદ ભાગી ગયેલા ટ્રકના ચાલકને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. દુઃખ એ વાતનું છે કે, ભર બપોરે જાહેરમાં જ વિદ્યાર્થિનીને કચડી નાખનાર આ ટ્રક ચાલક પકડાયાના થોડાક જ સમયમાં છૂટી ગયો હતો. હજી દીકરીની તમામ પ્રકારની વિધિઓ કરવાની બાકી છે ને બીજી બાજુ દિશાને મોતની ચાદર ઓઢાવનાર ખુલ્લામાં ફરી રહ્યો છે. પોલીસે આ અકસ્માત બાદ ડ્રાઇવરનું મેડિકલ પણ ન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

દીપકભાઇની એકની એક પુત્રી દિશાનું રોડ અકસ્માતમાં કાળમુખા ટ્રકના કચડી નાખવાથી કરુણ મોત થયું છે. અકસ્માતમાં દિશાની આંખો સ્વસ્થ હોવાને કારણે માતા-પિતા સાથે પીપલિયા પરિવાર દ્વારા સમાજમાં ઉત્તર ઉદાહરણ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી શકાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતના કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને આ દીકરી દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *