હાલ ફ્રેન્ડશીપના નામે ધીકતો ધંધો ચાલી રહ્યો છે. અને આ ધંધામાં યુવતીઓ પણ પાછળ નથી. યુવતીઓ ફ્રેન્ડશીપની લાલચ આપી યુવકોને ફસાવે છે. અને પછી તેમની પાસેથી પૈસા પડાવે છે. સુરતમાં ચાલી રહેલાં આવાં જ ફ્રેન્ડશીપના ધંધાનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અને કોલ સેન્ટર ચલાવતી 7 યુવતીઓ સહિત 20 લોકોની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના અમરોલીના ગૌતમ જોષી કે જેઓ રત્નકલાકાર છે, તેઓને એક યુવતીઓને ફોન આવ્યો હતો. અને ફ્રેન્ડશીપ ક્લબમાંથી બોલું છું તેમ કહી કહી મીઠી મીઠી વાતો શરૂ કરી હતી. યુવતીએ મીઠી વાતોમાં ફોસલાવી ગૌતમને ફ્રેન્ડશીપ ક્લબમાં રજીસ્ટ્રેશન માટે 1900 રૂપિયાની માગ કરી હતી. જે પૈસા ગૌતમે ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. રજીસ્ટ્રેશન બાદ યુવતીઓ ગૌતમને ક્લબની મેમ્બરશીપ લેવા માટે 21 હજાર રૂપિયાની માગ કરી હતી. અને તેમાં રૂબરૂ યુવતી આવીને વાત કરશે તેવી લાલચ આપી હતી. આ વાતોમાં આવીને ગૌતમે પવન નામના એકાઉન્ટમાં 21 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બસ પછી તો મીટિંગ માટે હોટેલના રૂમ બૂકિંગ કરાવવા માટે પણ યુવતીએ પૈસા માગ્યા હતા.
મીઠી વાતો અને મીઠી સપનાં દેખાડી યુવતીએ ગૌતમનું કરી નાખ્યું હતું. અને તેની પાસેથી અંદાજે 6 લાખ જેટલી રકમ પડાવી હતી. પોતે છેતરાયા હોવાના ખ્યાલ આવતાં જ પોલીસે આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. જે આધારે પોલીસે વેસુ વિસ્તારમાં કોલ સેન્ટર ચલાવતી 7 યુવતીઓ સહિત 20 લોકોની ધરબપકડ કરી હતી. અને લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી કબ્જે કરી હતી. જેમાંથી પોલીસને 15 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.