હાલ સુરતમાં બાઇક પર યુવાધનમાં સ્ટન્ટ કરીને વીડિયો બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. યુવાનો વીડિયો માટે પોતાનો અને આસપાસનાં લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે સુરત ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને છૂટા હાથે ચલાવી સ્ટંટ કરનાર યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી. આ વિડીઓ પોલીસ કંટ્રોલ રૂમને મળતા પોલીસ હરકતમાં આવી અને ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ બારડોલીની આ યુવતીને પકડી પાડીને જેલમાં મોકલી હતી. જોકે, થોડા સમય બાદ તે જામીન પર મુક્ત છે.
આ અગાઉ પણ આ જ યુવતી મુંબઈની જેલની હવા ખાઈ ચુકી છે. ચાલુ વર્ષે પણ મુંબઈમાં જાન્યુઆરી મહિનામાં પ્રતિબંધિત ફ્લાય ઓવર પર બાઈક ચલાવીને સ્ટંટ કર્યા હતા જેને લઈને પોલીસે તેને ધરપકડ કરીને જામીન મુક્ત કરી હતી. ચુનાબત્તી પોલીસે આ યુવતીને બીકેસી ચુનાબત્તી ફ્લાયઓવર પર બાઈક ચલાવવાના ગુનાસર ધરપકડ કરી હતી.
સુરતના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે ચલાવી સ્ટંટ કરતી હતી. વિડીયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસપણે સ્પીડમાં કેટીએમ બાઇક ચલાવતા નજરે પડી રહી છે. વિડીયોમાં વીઆરમોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો છે અને આ વિડીયો કોઇક શહેરી જને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો.
જોકે આ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા કેટીએમ બાઇકના રજીસ્ટ્રેશન નં. જીજે-22 એલ-9378ના આધારે તપાસ હાથ ધરી માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી તેનો માલિક નીકળ્યો હતો. ત્યારબાદ તેનો સંપર્ક કરતા ખબર પડી હતી કે, મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમ્મસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હતી. જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી અને સંજનાએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મુકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી.
આ યુવતીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તે બારડોલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંજનાના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આશ્ચર્યની બાબત એ છે કે, સંજના વીડિયો ઉતારવા માટે છેક બારડોલીથી ડુમ્મસ રોડ પર આવતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle