Surat News: ડોકટરને દવાખાને બતાવવા આવતો ટ્રાવેલ્સ એજન્ટ ભારે પડયો છે. કેમ કે ડોક્ટરે એજન્ટની વાતમાં આવી ઓળખીતા 5 જણાને યુ.કે ના વિઝા (Surat News) અપાવવા 48.70 લાખની રકમ આપી હતી. એજન્ટે યુવક-યુવતીઓને યુકે ન મોકલી વિઝા માટેની પ્રોસેસના ડોક્યુમેન્ટો બોગસ બનાવ્યા હતા.
વિઝા અપાવવાના બહાને ઠગાઈ
મોટાવરાછાના તબીબ બ્રિજેશ જીવાણીએ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે લેભાગુ એજન્ટ ભાવિન મનુ બલર (33) (રહે, અભિષેક-2, સુદામા ચોક, મોટા વરાછા)ની સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. હાલમાં કોર્ટએ તેને એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે.ભાવિને ડોક્ટરને વિઝાનું કામ હોય તો કહેજો એવું કહ્યું હતું. આથી ડોક્ટરે પણ તેના ઓળખીતા જાનકી, બ્રિજેશ, અમિત, કોમલ અને ગૌરાંગને યુ.કેના વિઝા, ફલાઇટની ટિકિટ સહિત તમામ ખર્ચ સાથે એક ફાઇલ પેટે 20 લાખની રકમ નક્કી કરી હતી.
આખરે ગૌરાંગે એજન્ટ ભાવિને કહ્યું કે મે રીજેકશન લેટર મોકલ્યો છે તે બરાબર છે. તેમ છતાં એજન્ટ આ વાત માનવા તૈયાર ન હતો અને ઉપરથી બીજા રૂપિયાની માંગણી કરતો હતો. રીજેકશન લેટર ખોટો હોવા છતાં એજન્ટ રૂપિયા આપવાની વાત તો દૂર ઉપરથી સામેથી રૂપિયા માંગણી કરી ધમકી આપતો હતો.
આ ટ્રીકથી એજન્ટે રૂપિયા પડાવ્યા હતા
ભાવિને યુ.કેમાં તેમના મિત્ર આશીષને આ રકમ આપી દેવાની વાત કરી હતી. જેથી ડોક્ટરના મિત્ર વિષ્ણુ પાસેથી 2 હજાર પાઉન્ડ, દર્શીત પાસેથી 5 હજાર પાઉન્ડ અને ગોપાલ પાસેથી 3 હજાર પાઉન્ડ ભાવિનના મિત્ર આશીષને અપાવ્યા હતા. આ ઉપરાંત હવાલાથી આશીષને રીયાઝ પાસેથી 10 હજાર પાઉન્ડ આપ્યા હતા. તદ્ઉપરાંત ડોક્ટરે 8 લાખની રકમ ખાતામાંથી આપી હતી. એમ કુલ 48.70 લાખની રકમ એજન્ટ ભાવિને આપી હતી.
પાંચ લોકોની ફાઇલ માટે રૂપિયા લીધા
ડોક્ટરે આ કામ ભાવિને આપ્યું અને એક ફાઇલ પેટે 15 હજાર પાઉન્ડ નક્કી થયા હતા એટલે 5 ફાઇલોના 79.50 લાખની રકમ નક્કી થઈ હતી. ડોક્ટરે શરૂઆતમાં ભાવિને કોમલ અને ગૌરાંગની ફાઇલ આપી હતી. જેમાં બન્ને 19 લાખની રકમ ભાવિને આપી હતી. જ્યારે ડોક્ટરે તેના 3 મિત્રો જે યુ.કે ખાતે રહેતા હોય અને તેમની પાસેથી લાખોની રકમ લેવાની હતી. આથી તેઓ ભાવિનને વાત કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App