રણબીર કપૂરની એક ઝલક જોવા માટે સુરતમાં ચાહકોની પડાપડી; બેરિકેટિંગ તૂટી જતા મહિલા-બાળકો સહિતના 20 ઈજાગ્રસ્ત

Ranbir Kapoor was spotted in Surat: સુરતના અડાજણ વિસ્તારમાં એક જ્વેલર્સના શો-રૂમના ઓપનિંગ માટે બોલીવુડ સ્ટાર રણબીર કપૂર ત્યાં આવ્યો હતો. પોતાના મનપસંદ હીરોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકોની ખુબ ભીડ ઊમટી પડી હતી અને તેની એક ઝલક મેળવવા (Ranbir Kapoor was spotted in Surat) માટે ચાહકોએ પડાપડી કરી હતી. આ પડાપડીના કારણે બેરિકેટ તૂટતા મહિલા અને બાળકો નીચે પડ્યા હતા.

મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા
અડાજણ વિસ્તારમાં આવેલા એલ.પી. સવાણી રોડ પર આજે એક ખાનગી જ્વેલર્સના શો-રૂમનું ઓપનિંગ થયું હતું. આ ઓપનિંગ બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરના હાથે કરવામાં આવ્યું હતું. કાલે બપોર પછી રણબીર કપૂર સુરત એરપોર્ટથી જ્વેલર્સના શો-રૂમ પર પોહચી ગયો હતો. આ જવેલર્સના શો-રૂમનું ઓપનિંગ રણબીર કપૂર કરવાનો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

વધુ લોકોના કારણે બેરિકેટ તૂટ્યા
શો-રૂમની બહાર સુરક્ષાના ભાગરૂપે બેરીકેટ પણ લગાવામાં આવ્યા હતા. જોકે, ધારણા કરતા વધારે લોકો ઉમટી પડતા અફરીતરફી જોવા મળી હતી. રણબીર કપૂર શો-રૂમમાંથી બહાર આવીને પોતાના ચાહકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો. તે દરમિયાન જ ભીડ દ્વારા તેને મળવાનો ખુબ પ્રયાસ કરવામાં આવતા બેરિકેટ તૂટી પડ્યા હતા અને મહિલા, બાળકો સહિતના નીચે પડી ગયા હતા

20 લોકોને સામાન્ય ઈજા પહોંચી
શો-રૂમના ઓપનિંગ પછી રણબીર કપૂરનું લાઇવ પર્ફોમન્સ પર કરવામાં આવ્યું હતું. જોકે, તે પહેલા જ નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાવાના કારણે રણવીર કપૂરને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. ત્યારપછી એરપોર્ટથી પરત ફર્યા હતા. આ ભાગદોડમાં 20 જેટલાને સામાન્ય ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.