સુરતમાં બુટલેગરે સોસાયટીમાં એવી જગ્યાએ લાખોનો દારુ સંતાડ્યો હતો કે, ગોતવામાં પોલીસને પણ છૂટ્યો પરસેવો

આજકાલ દારૂની હેરાફેરીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. બુટલેગરો ગમે તે રીત અપનાવીને દારૂ લાવતા હોય છે. આ કોરોનાકાળમાં જે રીતે લોકોના વેપાર ઉધોગ…

આજકાલ દારૂની હેરાફેરીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. બુટલેગરો ગમે તે રીત અપનાવીને દારૂ લાવતા હોય છે. આ કોરોનાકાળમાં જે રીતે લોકોના વેપાર ઉધોગ બંધ થઈ ગયા છે અથવા બેકાર બન્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે તેવામાં પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવા માટે લોકો ખોટા કામ કરી રહ્યા છે. આ દરમિયાન સુરતમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતા મુકેશકુમાર રાધેશ્યામ સામરા જે સાડીનો વેપારી છે. છેલ્લાં દોઢ વર્ષમાં કોરોનાકાળમાં લોકડાઉનને લઇ તેનો ધંધો પડી ભાંગ્યો હતો. અને માથે દેવુ થઇ ગયું હતું. જેથી આર્થિક સંકડામણથી બહાર આવવા માટે તેણે દારૂનો વેપાર શરૂ કર્યો હતો.

તેમણે પોતાની ગાડીમાં દારૂનો જથ્થો પોતાની સોસાયટીમા પાર્કિંગમાં રહેલ ગાડીમાં સંતાડ્યો હતો. જોકે, આ બાબતે પોલીને ખબર પડતા પોલીસ દ્વારા આ વેપારીને ઝડપી પડી તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન વેપારીએ પોતે દારૂનો વેપાર કરતો હોવાની કબૂલાત કરી હતી. અ ઉપરાંત પોલીસ દ્વારા 2.77 લાખનો મુદામાલ સાથે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વેપારીને દારૂ આપનાર આયુસ નામના બૂલટેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. વ્યાપારીની આર્થિક પરિસ્થિતિ બગડતા તેણે દારૂનો વેપાર કરવો પડ્યો છે. ભૂતકાળમાં કેટલાક કાપડના વેપારીઓ આમ જ દારૂનો વેપાર સાથે જોડાયા હોય અનેે પોલીસના હાથે પકડાયેલ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *