“ગૌતમ 25 લાખ નથી આપતો” સુસાઈડ નોટ લખીને સુરતના વેપારીએ ગોડાઉનમાં જ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં મુંબઈ (Mumbai)ના વેપારીએ રૂ.25 લાખનું પેમેન્ટ ન કરતા ઉધના (Udhana)ના પ્લાસ્ટીકના વેપારીએ પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સાથે જ તેની પાસેથી મળેલી થેલીમાંથી એક બુકમાં એક લીટીની સુસાઈડ નોટમાં વેપારીએ મુંબઈના વેપારીને લીધે આપઘાત કરી રહ્યો છું તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. જેથી ઉધના પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, હિરેનભાઇ ગોપાલભાઇ પાઘડાળ સુરતમાં ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગરમાં રહેતા હતા. તેઓ તેના અપરણિત ભાઈ ઉદય સાથે ઉધનામાં શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલ વેપાર કરે છે. તેઓએ સામાન મુકવા માટે ઉધના રોડ નં.8 જીવરાજ ચાની ગલીમાં ખાતા નં.116 માં ગોડાઉન પણ ભાડે રાખ્યું છે.

ત્યારે ગત 16 ડિસેમ્બરના રોજ હિરેનભાઈ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સેવાકાર્યમાં હાજર હતા. ત્યારે વહેલી સવારે પત્ની પારુલે ફોન કરી જાણ કરી હતી કે, તેમનો ભાઈ ઉદય વહેલી સવારથી ગોડાઉન ઉપર ગયો છે અને ફોન ઉપાડતો નથી. હિરેનભાઈએ પણ અવારનવાર ફોન કર્યા હતા પણ ઉદય ફોન ઉપાડતો ન હતો. જેથી તેમણે મિત્ર મિતુલને ગોડાઉન ઉપર મોકલ્યો હતો. ત્યારે મિતુલે ત્યાં જઈ જોયું તો ઉદય છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો.

તેમજ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ઉદયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત દોડી આવેલા હિરેનભાઈએ ઉદયની અંતિમવિધિ પતાવી હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા ગોડાઉનમાં ઉદયની લાશ પાસે એક થેલીમાંથી નાની બીલબુકના લીંટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

આ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું. લિ.ઉદય. આ દરમિયાન પોલીસે હિરેનભાઈની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ ચૌહાણને ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ ખરીદવા એડવાન્સ આપ્યા હતા તે કુલ રકમ રૂ.25 લાખ નહીં આપી તે વાયદા કરતો હતો અને એલફેલ બોલી પૈસા આપવા ઈન્કાર કરતો હતો. તેમજ તેમને દેવું થઈ ગયું હતું. તેથી ઉદય છેલ્લા બે મહિનાથી ચિંતામાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *