ગુજરાતમાં ચારેયકોર ચોરી તથા લુંટફાટ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સમગ્ર રાજ્યના અનેક ખૂણે ચોરી કરવાં માટે પંકાયેલી તથા વિવિધ પ્રકારની ચોરીની મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરી એકવાર સક્રીય બની છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલી પાસે નંદનવન સોસાયટીમાં સાત જેટલા ધાડ પાડું ધાડ પાડવા ના ઇરાદે ઘુસ્યા હતા. ત્યારે રાત્રે લોકો જાગી જતા બૂમા-બૂમ કરતા ધાડ પાડું ગૅંગ સોસાયટીમાંથી ભાગી છુટી હતી. સાત જેટલા ધાડ પાડું CCTVમાં થયા કેદ થયા છે.
જાગૃત નાગરિક અમિત કુમારએ જણાવ્યું હતું કે, 7-8 જેટલા ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો સોસાયટીમાં ઘૂસી ગયા હતા. લગભગ 6 મકાનોને બહારથી બંધ કરી પરિવારને અંદર બંધ કરી દીધા હતા. ત્યારબાદ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બીજા મકાનમાં ગ્રીલ ખોલી અંદર ઘૂસી ગયા હતા, જોકે એ દરમિયાન સોસાયટીમાં રહેતા GEBના એક કર્મચારીએ ચેકિંગ અર્થે જવાનું હોવાથી બહાર નીકળતા કેટલાક શકમંદ દેખાતા પૂછ્યું તો એમની ઉપર હુમલો કરાયો હતો. અગાઉ થોડા દિવસો પહેલાં પણ આ જ સોસાયટીના આગળની હરોળમાં ચોરીનો બનાવ બન્યો હતો. લગભગ પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. અમે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો અમને અરજી લખીને આપી દો એવું કહેવામાં આવ્યું હતું.
a પહેલા પણ આ ગેંગે સુરતના એક કારખાનાને નિશાન બનાવ્યું છે. જો કે, ચોરીની ઘટનાનો સમગ્ર વીડિયો કંપનીની ઑફિસના CCTVમાં કેદ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ ગેંગના કેટલાક સભ્યો રોકડ ઉઠાંતરી કરતા આબાદ ઝડપાઈ ગયા છે.
મળી રહેલ જાણકારી મુજબ, સુરતના પીપોદ્રા વિસ્તારમાં આવેલ GIDCની રોનક ઇન્ડસ્ટ્રીમાં ગત રાત્રિના ચડ્ડી બનીયાન ગેંગ ત્રાટકી હતી. આ ગેંગે રોનક ઇન્ડસ્ટ્રીની ઑફિસનો દરવાજો તોડીને અંદર જઈ હાથ સાફ કર્યો હતો. જો કે, સમગ્ર ઘટના કંપનીની ઑફિસમાં રહેલ સિક્યોરિટી કેમેરામાં કેદ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ચડ્ડી બનીયાન ધારી ગેંગના સભ્યોએ ઇન્ડસ્ટ્રીની ઑફિસમાં પ્રવેશ કરીને ચોરી કરી હતી. જો કે, તેમને જાણ ન હતી કે, કંપનીમાં નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવેલ છે કે, જેને લીધે તેમની ચોરીની ઘટનાનો વીડિયો કેપ્ચર થઈ ગયો હતો. ચડ્ડી બનીયાન ધારી ગેંગ પહેલેથી રેકી કરીને આજુબાજુના વિસ્તારોમાં મજૂર તરીકે ઉંઘી જાય છે તથા રાતના સમયમાં ચોરી કરીને ભાગી જાય છે.
આમ, આ કારખાનામાં પણ ચોરી કરતાં અગાઉ ગેંગે તેમને નિશાન બનાવી હોવાની સંભાવના રહેલી છે. આ ચોરીમાં ચડ્ડી- બનીયાન ધારીગેંગ દ્વારા પીપોદ્રાની GIDCની રોનક ઇન્ડસ્ટ્રીમાંથી 1.75 લાખ રોકડા તથા ચાંદીની લકીની ચોરી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle