Surat New Civil News: સુરતમાંથી નવી સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની માનવતા સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં(Surat New Civil News) માતાપિતાથી વિખૂટી પડી ગયેલી બાળકીના માતાપિતાને શોધીને સિક્યુરીટી ગાર્ડએ સહીસલામત રીતે બાળકી સોંપી હતી અને નિષ્ઠાયુક્ત ફરજનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. સિક્યુરીટી ગાર્ડે દર 10 મિનિટે અનાઉન્સમેન્ટ કરતા એક કલાકમાં બાળકીનું માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું.
સિક્યુરીટી ઓફિસમાં લઈ આવ્યા
નવી સિવિલમાં ગઈકાલે સાંજે 5.00 વાગ્યાનાં અરસામાં આશરે ૪ વર્ષની એક બાળકી ઓ.પી.ડી. પેસેજના દાદર પર બેસી રડી રહી હતી. તેની સાથે કોઇ વ્યક્તિ ન હતું. આ બાળકી ઉપર સિક્યુરીટી ગાર્ડની નજર પડતા અને માતાપિતાથી વિખૂટી પડી ગઈ હોવાનું જણાતા તરત જ તે બાળકીને તેડીને સિક્યુરીટી ઓફિસમાં લઈ આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના સિક્યુરીટી ઓફિસરે બાળકીને પ્રેમથી સમજાવીને તેનું નામ અને માતા-પિતાનું નામ પુછતાં બાળકીએ પોતાનું નામ શાલિની અને માતાનું નામ વનિતા તથા પિતાનું નામ પ્રશાંત સ્વૈન જણાવ્યુ હતું.
દર 10 મિનિટે માઇક ઉપર એનાઉન્સ કર્યું
જેથી સિક્યુરીટી ઓફિસરે માતાપિતાને શોધવા માટે દર 10 મિનિટે માઇક ઉપર એનાઉન્સ કર્યું હતું. ઉપરાંત, સિક્યુરીટી વોટ્સએપગૃપમાં બાળકીનો ફોટો મૂકી તેના માતા-પિતાની શોધખોળ આદરી હતી. ત્યારબાદ સાંજે 6:10 વાગ્યે તેના માતા-પિતા મળી આવતાં બાળકી સાથે માતાપિતાનું સુખદ પુન:મિલન થયું હતું. સિક્યુરીટી ગાર્ડ કર્મચારીઓએ સમયસુચકતા દાખવી પ્રસંશનીય ફરજ બજાવી હતી.
અગાઉ પણ બાળકનું અપહરણ થયું
આ અગાઉ પણ તેની એક બાળકનું અપહરણ થયું હતું. જેની કોઇ ભાળ ન મળતા અંતે સીક્યુરીટી ઓફિસમાં જાણ કરીને સીસીટીવી કેમેરા ચેક કરવા અને મદદ કરવા કહ્યું હતુ. સિવીલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જઈને જાણ કરતા તંત્રે તપાસ હાથ ધરી હતી.
મોડી સાંજે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં 3:50 કલાકે બાળકને લઇ જતી અજાણી મહિલા નજરે પડી હોવાનું જણાવ્યું હતું.જે બાદ ભારે જહેમત બાદ તે બાળકને સહીસલામત શોધીને તેના માતાપિતાને સોંપવામાં આવ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App