Surat Bribery News: લાખો રૂપિયાના પગાર મેળવનારા સરકારી કર્મચારીઓને લાંચ રકમ મધમીઠી લાગતી હોય છે. સરકારી તંત્રના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટ્રાચારનો સડો અંદર સુધી પેસી ગયો છે. સરકાર સબ સલામતની આલબેલ પોકારે છે પરંતુ દરેક વિભાગોમાં અંડર ટેબલ વ્યવહાર થતા રહે છે. એન્ટી કરપ્શન બ્યુરોની(Surat Bribery News) કડક કાર્યવાહી છતાં ભ્રષ્ટ્રચારીઓને કોઈ ડર નથી. ત્યારે સુરતના વધુ એક અધિકારીને અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો છે. જ્યારે મદદનીશ નિયામકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બે લાંચિયા લાંચ લેતા ઝડપાયા
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ અને ડી.બી. મહેતાએ સુપરવિઝન અધિકારી જી.વી. પઢેરીયાને સાથે રાખી ખાણ ખનિજ વિભાગની સુરત ખાતેની ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામક નરેશ જાની (વર્ગ 1ના કર્મચારી) અને કપીલભાઈ પરસોત્તમ પ્રજાપતિ (રહે, 41, સંસ્કાર વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા)ને લાંચના કેસમાં ઝડપી પાડ્યા છે. બન્નેએ ફરિયાદી સાથે વાતચીત કરી હોવાના પૂરાવા પણ એસીબીને હાથ લાગ્યા છે. જો કે, ઓફિસર હજુ સુધી હાથ લાગ્યો નથી.
લાંચ ન આપવા માગતા ACBમાં ફરિયાદ કરી
ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડમાં મદદનીશ નિયામક તરીકે કામ કરતા નરેશ જાની અને અન્ય એક કપીલ પરસોત્તમભાઈ પ્રજાપતિ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીની ટીમે મહાદેવ કાર્ટીગ, ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગી ચોક, બી.આર.ટી.એસ. રોડ, જુના સિમાડા રોડ ખાતે છટકું ગોઠવ્યું હતું.
બે લાખની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી. જેમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારીએ બે લાખની લાંચ માગી હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચનાં છટકા દરમિયાન સાગરિત લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો. હાલ તેને ડિટેઈન કરાયો છે. જ્યારે લાંચમાં મુખ્ય આરોપી અધિકારી હજુ ફરાર છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App