સુરત: ધોરણ-10ની વિદ્યાર્થીનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ કર્યો ગર્ભપાત, જાણો સમગ્ર મામલો

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષીય કિશોરીને આ જ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય યુવક સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાઇ ગયો હતો. આ અવારનવાર(Surat News) કિશોરીને તેના રૂમ ઉપર લઇ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. જો કે, ત્યારબાદ કિશોરીએ યુ ટ્યુબ પર વીડિયો જોઇને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઇ ગયો હતો. જેને તેણે ત્યજી દેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પાંડેસરા પોલીસની તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો.

16 વર્ષીય કિશોરીને ગર્ભ રહી ગયો
આ ઘટનાની મળતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં મૂળ બિહારનો એક શ્રમિક પરિવાર રહે છે. આ પરિવારની 16 વર્ષની કિશોરી ધો.10 માં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા મારફત તે આ જ વિસ્તારમાં રહેતાં એક 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતાં. કિશોરી જ્યારે સ્કૂલે જવા માટે નીકળતી ત્યારે આ કિશોર તેને તેના ઘરે લઇ જતો હતો અને શરીરસુખ માણતો હતો. જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો હતો.

પ્રેમીને આ વાતની જન થતા સંપર્ક તોડી નાખ્યો
આ વાતની જાણ કિશોરને થતાં તેણે કિશોરી સાથેનો સંપર્ક કાપી નાંખ્યો હતો. બીજી તરફ આ વિદ્યાર્થિનીએ ગર્ભપાત કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું. જો કે, તેના માટે તેણે યુટ્યુબ જોવાનું શરૂ કર્યું હતું અને તેમાં ગર્ભપાત સર્ચ કરીને તેના આધારે દવા લીધી હતી. દરમિયાન ગઇ તારીખ 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તે બાથરૂમમાં ગઇ ત્યાં જ તેને કસૂવાવડ થઇ ગઇ હતી. જેથી તે નવજાતને ફેંકી આવી હતી.

યુવક વિરુદ્ધ પોસ્કોનો ગુનો દાખલ
9મીએ સવારે જ્યારે લોકોએ નવજાત બાળકી જોઇ ત્યારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસે આ મામલે યુવક વિરૂદ્ધ પોસ્કો અને બળાત્કારનો ગુનો કરી તેની અટક કરી વધુ પૂછપરછ હાથધરી હતી.

પોલીસ ઘરે આવી ને કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો
ગત 9 મીના રોજ પાંડેસરા વિસ્તાર માંથી એક નવજાત બાકી મળી આવી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ દરમ્યાન ભોગ બનેલી કિશોરીના ઘરે પહોંચી હતી.પોલીસે કિશોરીની માતાને તેમની કિશોરી ગર્ભપાત કરી બાળકી ત્યજી દીધી હોવાની હકીકત કહેતા માતા પણ ચોંકી ગઈ હતી. આ મામલે 16 વર્ષીય કિશોરીને પરીક્ષણ માટે સિવિલ ખાતે લઈ જવાઇ હતી.જ્યાં માતાની હાજરીમાં ડોકટર સમક્ષ પોતાની આપવીતી કહી હતી. ત્યાર બાદ ડોકટરે તપાસ કરતા તાજેતરમાં તેની ડિલિવરી થઈ હોવાની હકીકત જાણવા મળી હતી.