હાલમાં અકસ્માતના વધતા કેસો દરમિયાન સુરત ક્લકેટર કચેરી સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાર્લે પોઈન્ટ તરફથી આવતી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ચાલકે રસ્તા પર જતી એક્ટિવાને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ બે વ્યક્તિને અડફેટે લઈને દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. જેથી દિવાલ તૂટી ગઈ હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી.
જાણવા મળ્યું છે કે, ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પરથી પસાર થતી ટ્રાઈ સ્ટારની એમ્બ્યુલન્સે એક્ટિવાને બચાવવા જતાં અકસ્માત સર્જ્યો હતો. એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હતાં. જોકે પાર્લે પોઈન્ટ તરફથી એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન દિવાલ સાથે અથડાઈ હતી. આ દરમિયાન એક યુવક અને આધેડને ઈજાઓ પહોંચતા તેમને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
ક્લેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા શોભાબેને કહ્યું હતું કે, હું આજે ગેટ પર ડ્યુટી બજાવતી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. રસ્તા પરથી એમ્બ્યુલન્સ પાર્લે પોઈન્ટ બાજુથી આવી અને સીધી બે લોકોને અડફેટે લઈને દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તાત્કાલિક ભેગા થયેલા લોકો દ્વારા બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. આ દરમિયાન એમ્બ્યુલન્સ અને દિવાલને પણ નૂકસાન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.