છૂટક મજુરી કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી, પહેલા વિડીયો બનાવ્યો અને કહ્યું…

આજકાલ આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે. મોટા ભાગના લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો…

આજકાલ આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે. મોટા ભાગના લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને છૂટક મજુરી કરતા વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી મુજબ, દેવું ભરપાઇ નહી થઇ શકવાનાં કારણે એક વ્યાજખોરે બાઇક પડાવીને ધમકીઓ આપતા યુવાને આત્મહત્યા કરી લીધી છે. જોકે, આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તમામ બાબતનો ખુલાસો થયો હતો. જેથી પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરો સામે અનેક વખત પોલીસ દ્વારા લાલ આંખ કરી હોવા છતા પણ વ્યાજખોરો બેખોફ છે.

હાલમાં વ્યાજખોરોનું ઉંચુ વ્યાજ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી ચુક્યાં છે. શહેરના ખોખરા વિસ્તારમાં છુટક મજુરી કરતા એક યુવાને માત્ર બે લાખ રૂપિયાનું દેવું થઇ જતા આત્મહત્યા કરી છે. જોકે, આત્મહત્યા કરતા પહેલા તેણે બે વીડિયો પણ બનાવ્યા હતા. જેમાં તેણે પોતાની સમગ્ર આપવીતી જણાવી હતી. વીડિયોમાં મૃતક દ્વારા કોને કેટલા રૂપિયા ચુકવવાનાં બાકી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ટાંક રિશી નામના વ્યક્તિને રૂપિયા 54 હજાર ચુકવવાનાં હોવાનું પણ જણાવ્યું હતું. જેના બદલામાં તેને મૃતકનું બાઇક પણ મળી આવ્યું છે. આ ઉપરાંત રિશી અને તેની બહેને માર પણ માર્યો હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું છે. છેલ્લા આઠેક મહિનાથી તે બેકાર હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા પૂનમ રબારી, પ્રજય દવે, રિશી ટાંક, ચિરાગ પંડ્યા અને ટીની ટાંક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *