સતત 15 દિવસથી થઇ રહેલા પેટ્રોલ ડીઝલમાં થઇ રહેલા ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી

કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે. છેલ્લા પંદર દિવસથી સતત પેટોલ અને ડીઝલના ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ભાવવધારાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં તમામ સ્થળોએ વિરોધ કાર્યક્રમ યોજાયા હતા. સુરત શહેર કોંગ્રેસ વોર્ડ ૮ નાં કોંગ્રેસી કાર્યકરોએ રિલાયન્સ પેટ્રોલ પંપ બહાર જ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શનની જાન થતા ચોકબજાર પોલીસ સ્ટેશન દ્વારા કોંગ્રેસ કાર્યકરો રાઘવજી ગાયકવાડ, યોગેશ દિયોરા
હાર્દિક અણધણ, પાર્થ લાખાણી, ભાવેશ લાખાણી, અશલમ મિર્જા, મિતુલ નાવડીયા, મગન ગોહિલ, મહેશ ગધાળી, ગૌરવભ માણીયા ને ચોક બજાર પોલીસ સ્ટેશન દ્વારા ડીટેઈન કરવામા આવેલ.

ઉલ્લેખનીય છે કે આજે પ્રથમ વખત ડીઝલ નો ભાવ પેટ્રોલ કરતા વધ્યો છે. અને ભાવ વિક્રમજનક સપાટીએ પહોચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *