બેશરમ લાંચિયાઓને સાચવતું સુરત ભાજપ સંગઠન પીએમ મોદીનો વિશ્વાસઘાત કરી રહ્યું છે- જાણો અહી

ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભાજપનો એક લાંચીયો કોર્પોરેટર લાંચ લેતા પકડાયા બાદ સુરતના શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા એ નૈતિકતા થી સભ્યપદ પરથી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ આ વાત માત્ર ‘વાત’ જ રહી હોય તે રીતે લાંચીયો કોર્પોરેટર હજી સુધી ભાજપનો જ સભ્ય હોય તેવી રીતે ધારાસભ્ય અને અન્ય કોર્પોરેટરોની સાથે ઉઠક બેઠક કરતો જોવા મળ્યો છે. તાજેતરમાં જ ભાજપ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મીસકોલ કરી ને ભાજપના સભ્ય બનવા નો ચલણ વધી રહ્યું છે. ત્યારે આ સિલસિલામાં ભાજપની મિસકોલ લીંક પર ક્લિક કરીને લાંચ લેવાનો આરોપી કોર્પોરેટર ફરી એકવાર ભાજપનો સભ્ય બની ગયો હોય તેવું પોસ્ટર વાયરલ થયું છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાજપ સાથે જોડાયેલા ત્રણ જેટલા કોર્પોરેટર લાંચ લેતા કે લાંચ લેવાના કાવતરામાં હોવાનું બહાર આવ્યું છે અને તમામને માત્ર કાગળ પૂરતા ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ આ આર્ટીકલ લખાઈ રહ્યો છે- ત્યાં સુધી તમામ આરોપીઓ હજી સુધી ભાજપના પ્રાથમિક સભ્ય છે. તેવું ભાજપની જ વેબસાઇટ પર બતાવાઈ રહ્યું છે . આમ ભ્રષ્ટાચાર મુક્ત દેશની વાત કરતા ભાજપ ના નેતાઓ માત્ર વાતો જ કરતા હોય તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

ગત 6 ફેબ્રુઆરી 2019 ના રોજ જયંતિ ભંડેરીએ શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેણાંક સોસાયટી માં દવાખાના નું બાંધકામ કરી રહેલા એક ડોક્ટર પાસેથી ૫૦ હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લેતા તેઓ એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયા હતા અને એક-બે દિવસમાં નિતીન ભજીયાવાલાએ તેમને સસ્પેન્ડ પણ કર્યા હોવાની જાહેરાત કરી હતી. આ લાંચ લેવામાં બધું ભીનું સંકેલાઈ પણ ગયું છે અને હાલ આ કોર્પોરેટર જેલમુક્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *