શાળામાં હવે પાછું નવરાત્રી વેકેશન બંધ, આ મામલે છેલ્લા 10 દિવસમાં ૩ વાર નિર્ણય બદલાયો.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયા છે. ગુજરાતની શાળાઓમાં નવરાત્રિ વેકેશન મામલે ગત વર્ષની માફક આ વર્ષે પણ વિવાદ થયો છે.…

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયા છે. ગુજરાતની શાળાઓમાં નવરાત્રિ વેકેશન મામલે ગત વર્ષની માફક આ વર્ષે પણ વિવાદ થયો છે. જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જ શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરીને નવરાત્રિ વેકેશનને લઈ આઠ દિવસની રજાઓ જાહેર કરી હતી. તો બીજી બાજુ શિક્ષણમંત્રીએ માત્ર એક કલાકમાં જ આ નિર્ણયને રદ કરતા નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હતી. આમ શિક્ષણમંત્રી ફરીવાર કેટલાક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ આવી કેબિનેટની બેઠકમાં નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત સરકાર નવરાત્રી વેકેશનને લઇને દર અઠવાડિયે નિર્ણય બદલી રહી છે, ત્યારે હવે આજે ગુરુવારના રોજ ગુજરાત સરકારે શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન નહીં આપવાનો નિર્ણય કર્યો છે અને દિવાળીનું વેકેશન 21 દિવસનું રહેશે તેવી જાહેરાત કરી દીધી છે.

બે વર્ષથી નવરાત્રિ વેકેશન વિવાદમાં.

હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિના મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા બે વર્ષથી વિવાદમાં આવે છે, ગત વર્ષે પણ નવરાત્રિ વેકેશન જાહેર કર્યાં બાદ કેટલીક લઘુમતી અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ ગયા વર્ષે નવરાત્રિનું વેકેશન જાહેર કર્યા બાદ રદ કરી દીધું હતું. તે જ પ્રમાણે ચાલુ વર્ષે પણ કેટલાંક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશન રદ કરી દીધું છે, જેની સામે વાલી-વિદ્યાર્થીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

કેબિનેટના નિર્ણય બાદ વેકેશન રદઃ શિક્ષણમંત્રી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું હતું કે, આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વિકેશન લંબાવાનું નથી.બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે, જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું વેકેશન રહેશે, જે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *