છેલ્લા 28 વર્ષોથી ભાગી રહ્યો હતો કેદી, સુરત ક્રાઇમબ્રાન્ચએ ફિલ્મીઢબે પકડી પડ્યો

સુરતમાં વર્ષ 1984માં ઉધના હરીનગરમાં કડીયાકામ કરતો ઉસ્માન હાજીસત્તાર કુરેશી સાથે જુના ઝઘડાની અદાવતમાં અનવર હુસૈન મહંમદ યાસીનનો ઝઘડો થયો હતો. જેમાં અનવરે આવેશમાં આવીને ચપ્પુના ઘા ઝીંકી ઉસ્માનને રહેંસી નાંખ્યો હતો.

આ હત્યાના કેસમાં કોર્ટએ હત્યારાને 1987માં આજીવન કેદની સજા આપી હતી. અનવરે વર્ષ 1992માં માતા બિમાર હોવાની બાબતે 7 દિવસની રજા લઈ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો.

વતનમાં તે વખતે આવી પાસપોર્ટ કઢાવી હત્યારો અનવરહુસૈન વિદેશમાં નોકરી માટે સાઉથ આફ્રિકામાં 3.5 વર્ષ રહી પાછો ભારત આવ્યો હતો. 2 થી 3 મહિના ભારતમાં રહી પાછો દુબઈમાં 4 વર્ષ નોકરી કરી હતી. ત્યાર પછી સાઉદી અરેબીયામાં 11.5 વર્ષ નોકરી કરી હતી.

છેલ્લા 8 વર્ષથી તે રાજસ્થાન તેના વતન આવી ગયો હતો. પરિવારજનોને તેણે સજા પુરી થઈ હોવાની વાત કહી હતી. 28 વર્ષ જુના પાકા કામના કેદીને પકડવું ડીસીબી માટે મુશ્કેલી ભર્યું હતું. ડીસીબીએ 2017થી તેને પકડવા માટે ફોટા સહિતની માહિતી પરિવાર પાસેથી મેળવી અનવરની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *