સુરત(surat)ના રાંદેર પોલીસ(Rander Police) સાથે બે મહિના પહેલાં લાજપોર જેલ(Lajpore Jail) બહાર માથાકૂટ કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે કહેવાતા વોન્ટેડ સજ્જુ કોઠારી(sanju Kothari)ને શુક્રવારનાં રોજ ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવવામાં આવેલ ગુપ્ત રૂમમાંથી ઝડપી પડ્યો છે. આ ઉપરાંત તેની સાથે સાથે ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ પકડવામાં આવ્યો છે.
જયારે આ ટપોરી પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવીને રહેતો હતો. જયારે પોલીસ દ્વારા કડિયા પાસેથી બારી અને દરવાજો ખોલાવીને અંદર છુપાયેલ ટપોરી સજ્જુને પકડી લેવામાં આવ્યો છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, સજ્જુ કોઠારીના ઘરની બાજુની એક રૂમમાં બહારથી તાળુ મારીને રહેતો ગુજસીટોકનો આરોપી સમીર શેખને પણ ક્રાઇમબ્રાંચ(Crime Branch) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે, અગાઉ રાંદેર અને અઠવા પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. જયારે 28મી જાન્યુઆરીનાં રોજ સજ્જુ કોઠારી જામીન પર છુટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડવામાં આવ્યો હતો, પરંતુ તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે ઝપાઝપી કરી સજ્જુ કોઠારીને ભગાવી ગયા હતા. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, 35 ગુનાનો આરોપી સજ્જુ કોઠારીને પહેલીવાર સુરતમાં તેના ઘરે માંથી જ ઝડપવામાં આવ્યો છે. જયારે સજ્જુ કોઠારીને અગાઉ નાગપુર અને મુંબઈથી પકડવામાં આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, સાંજે સાડા પાંચ વાગ્યે સજ્જુ કોઠારીની ધડ્પકડ કરવામાં આવી હતી. જયારે ક્રાઈમ બ્રાંચને સજ્જુ કોઠારી તેના જ ઘરની અંદર છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચ દ્વારા શુક્રવારનાં રોજ બપોરે 1 વાગ્યે ટીમ તૈયારી કરવામાં આવી હતી. જયારે વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે, ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુ કોઠારીના નાનપુરાના જમરુખગલીમાં આવેલ તેના ઘરે પહોંચ્યા હતા.
સજ્જુ કોઠારી પર સરકારી જમીન પર દબાણ મુકતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ:
માથાભારે કહેવાતા વોન્ટેડ સજ્જુ કોઠારી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરીને લોખંડનો મસમોટો ગેટ બનાવવામાં આવ્યો હતો. જયારે સજ્જુ કોઠારી દ્વારા અંદાજીત 7520 ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. તેમજ સજ્જુ કોઠારીએ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ મુકીને બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરાવી દીધો હતો. તેમજ જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કરવામાં આવ્યો હતો. આ અંગે કલેકટરમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેના આધાર પર સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં આ અંગે ફરિયાદ આપતાં સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારી (રહે, શાલીમાર કોમ્પલેક્સ, નાનપુરા)ની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
વેપારીને વ્યાજે રૂપિયા આપતા રંજાડ્યો તેમજ બિલ્ડર પાસેથી ખંડણી માંગીને નાણાં પડાવવામાં આવ્યા:
કહેવામાં આવી રહ્યું છે કે, એક કાપડ વેપારીએ ધંધા માટે 4 ટકા માસિક વ્યાજે ટપોરી સજ્જુ કોઠારી પાસેથી લીધેલા 14 લાખ રૂપિયા ચુકવી શક્યો ન હતો. જેના કારણે સજ્જુ કોઠારી દ્વારા વેપારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જયારે આ વેપારીએ ડરથી ધંધો બંધ કરીને રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું હતું. જયારે આ કેસમાં પણ સજ્જુ સહિત બે સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે, સજ્જુ એ બિલ્ડર આરિફ કુરેશી પાસેથી ખંડણી માટે 7.60 લાખ રોકડ પડાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજેથી લીધેલા 60 લાખના 72 લાખ ચૂકવી દેવા છતાં પણ તે રૂપિયા માંગી રહ્યો હતો. જયારે આ ગુનામાં પણ સજ્જુ સહિત 4 સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.