સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં થોડા દિવસ પહેલા ડિંડોલી(dindoli) વિસ્તારમાં પુત્રીએ પરિવારને ઘેનની દવા આપી પ્રેમી સાથે લગ્ન કરી(daughter marriage with boyfriend) લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ સમગ્ર ઘટના મામલે પિતા દ્વારા પુત્રી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ(father police complaint against daughter) નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરી ભાગી ગયેલી પુત્રીને ઝડપી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
View this post on Instagram
જાણવા મળ્યું છે કે, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કણકુંજ સોસાયટીમાં રહેતા દીપક જગન્નાથભાઇ વણઝારા હાલ બેકાર છે. ૧૨મી સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે તેમની દીકરી ખુશબૂએ ઘરમાં આલુ પરાઠા બનાવ્યા હતા. દીકરીએ બનાવેલા પરાઠા પિતા દીપકભાઈ અને માતા અંજનાબેને ખાધા હતા અને રાત્રે પરિવારના સભ્યો સૂઇ ગયા હતા.
બાદમાં 13મી તારીખે સવારે દીપકભાઇ જાગ્યા તો તેમને ચક્કર આવ્યા હતા. જયારે પત્નીને જગાડી તો તેમને પણ ચક્કર અને માથું દુઃખતું હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, પતિ-પત્નીને ઊલટીઓ પણ થવા લાગી હતી. બાદમાં તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન, પુત્રી ખુશ્બુ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખુશબૂનું સચિન મોરે નામના યુવક સાથે અફેર ચાલે છે.
પ્રેમી સચિન અને તેના પિતા અશોક મોરેના કહેવાથી ખુશ્બુ મેડિકલ સ્ટોરમાંથી ઘેનની ગોળીઓ લઇ આવી હતી. તે સચિન સાથે ભાગી જવાની હોવાથી ગોળીઓનો ભૂક્કો કરી પરાઠાના લોટમાં મિક્સ કરી દીધો હતો. જે પરાઠા તેણે તેના માતા-પિતાને ખવડાવી દીધા હતા. રાત્રિના સમયે પરિવારના સભ્યો ઘેનના કારણે ભરઊંઘમાં હતા. જેનો ફાયદો ઉઠાવીને સોસાયટીના નાકે ઊભેલા સચિન સાથે બાઇક પર બેસી છુમંતર થઇ ગઇ હતી. ડિંડોલી પોલીસ દ્વારા પુત્રી ખુશ્બુ તેના પ્રેમી સચિન મોરે અને પ્રેમીના પિતા અશોક મોરે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે પૈકી અશોક મોરેની અગાઉ અટક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.