સમી સાંજે પાણી ભરવા ગયેલી કિશોરી અચાનક થઇ ગુમ, નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા મચી ચકચાર 

વાઘોડિયા(ગુજરાત): હાલમાં વાઘોડિયા(Vaghodia) તાલુકાના છેવાડે આવેલ નાનકડા અડીરણ(Adiran) ગામમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સમે આવ્યો છે. જેમાં ફળીયાના હેંન્ડપંપ(Handpump) પર સમી સાંજે પાણી ભરવા ગયેલ…

વાઘોડિયા(ગુજરાત): હાલમાં વાઘોડિયા(Vaghodia) તાલુકાના છેવાડે આવેલ નાનકડા અડીરણ(Adiran) ગામમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સમે આવ્યો છે. જેમાં ફળીયાના હેંન્ડપંપ(Handpump) પર સમી સાંજે પાણી ભરવા ગયેલ કિશોરી(A teenager who went to fetch water late in the evening) ભેદિ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસે તેનો મૃતદેહ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ(Narmada Canal)મા મળી આવતા કિશોરીના મોત અંગે હત્યા કે આત્મહત્યા અંગેનુ રહસ્ય સર્જાવા પામ્યું છે.

જાણવા મળ્યું છે કે, અડીરણ ગામે રહેતા અને હાલોલની બાસ્કા સ્થીત ખાનગી કંપનીમા નોકરી કરતા શિવાભાઈ રમણભાઈ સોલંકી નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. પરીવારમાં તેમના પત્ની અને બે પુત્રો સહિત એક દિકરી સાથે રહે છે. જેમાં સૌથી મોટી દીકરી મિનલે(17) હાલોલમાં આવેલ નૂતન વિદ્યાલયમાં એસએસસી સુઘીનો અભ્યાસ કર્યો હતો. જોકે નાપાસ થતાં ઘરે રહિ ઘરકામમા માતાની મદદ કરતી હતી.

7 તારીખે પિતા અઢી વાગે નોકરીએ ગયા હતા. મિનલ ફળીયામાં આવેલ હેન્ડપંપ પર સાંજના 7:30 વાગ્યે પાણી ભરવા જાવું છું એમ કહીને ઘરેથી નિકળી હતી. પરંતુ, મિનલ મોડી રાત સુઘી પરત ન ફરતા માતાએ નોકરીએ ગયેલ પતીને ફોન કરી મિનલ ગુમ થયા અંગેની વાત જણાવી હતી. જેથી પિતા તાબડતોબ કંપનીમાંથી ગેટપાસ બનાવી ઘરે પરત આવ્યા હતા. બાદમાં પિતા શિવાભાઈએ પત્ની સાથે ગામના ફળીયામાં અને આસપાસ શોધખોળ કરી હતી.

જાણવા મળ્યું છે કે, મિનલની મોડી રાત સુઘી શોધખોળ કરવા છતા કોઈ ખબર મળી ન હતી. બીજા દિવસે એટલે કે તારીખ 8ના રોજ બપોરે પોણા ત્રણ વાગે અડીરણ ગામ નજીક વહેતી નર્મદા કેનાલમાં મિનલનો મૃતદેહ તરતો જણાતા વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્થાનિકો પાસે મૃતદેહને બહાર કઢાવી લાશને પોસમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મિનલના મોત અંગેના રહસ્યની તપાસ પોલીસે શરુ કરી છે. જોકે, કોઈ દ્વારા કેનાલમાં ધક્કો મારી હત્યા કરવામા આવી છે કે પછી મિનલે કોઈ કારણસર આત્મહત્યા કરી છે તેવી શંકાઓ ઊપજતા ઘટના અંગે હાલ પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *