Surat District Court: સુરત શહેરમાં આવેલી અનેક ખાણીપીણીની હોટેલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ હવે દર બે દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવે છે.ત્યારે બે દિવસ પૂર્વે ફરી એકવાર સુરત ડીસ્ટ્રીક કોર્ટના(Surat District Court) કેન્ટીનમાં લસ્સીમાં મરેલા મરછરો હોવાની ફરિયાદ ઉઠી હતી.જે અંગે આરોગ્ય વિભાગમાં જાણ કરવામાં આવી હતી.પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
કેન્ટીનના લોકોએ બધી લસ્સી ફેંકાવી દીધી
સુરતમાં ડીસ્ટ્રીક કોર્ટમાં ડિસ્ટિક કોર્ટની કેન્ટીંગના લસ્સીના ગ્લાસમાંથી મરેલા મચ્છર જોવા મળ્યા હતા.જે એક નહિ પરંતુ પાંચ ગ્લાસ માંથી મરેલા મચ્છર જોવા મળતા લોકો ચોકી ગયાં હતાં.જે જોતા એડવોકેટે લલીતા સોસાએ તમામ લસ્સીના ગ્લાસ લઇ કેન્ટીંગમાં બતાવ્યા હતા.જે બાદ કેન્ટીનના લોકોએ બધી જ લસ્સી તરત જ ફેંકાવી દીધી હતી.
કોર્ટમાં કામ કરતા 8000 વકીલના સ્વાસ્થ્ય સાથે ચેડાં
કોર્ટની કેન્ટીનમાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.કારણકે આ અંગે આરોગ્ય વિભાગમાં પણ જાણ કરવામાં આવી હતી.તેમાં છતાં હજુ સુધી આરોગ્ય વિભાગમાંથી પણ કોઈ ચેકિંગ માટે આવ્યું નથી અને કોર્ટમાં કામ કરતા 8000 વકીલના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા જોવા મળ્યા હતા.
ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
સુરતમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં જીવજંતુઓ મળી આવવાના અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આ અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા હતા અને આ વખતે પણ આરોગ્યવિભાગમાં જાણ કરવામાં આવ્યા બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.ત્યારે આ ઘટનાને લઇ એડવોકેટ લલીતા સોસાએ ફરિયાદ આપતા કોઈ કાર્યવાહી ન કરતા રીતસરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા જોવા મળ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App