સુરતમાં અસામાજિક તત્વોનો આંતક: ધુળેટીના તહેવારે જાહેરમાં ચાકુ-તલવાર વડે કરી મારામારી- જુઓ CCTV ફૂટેજ

સુરત(SURAT): શહેરમાં હાલ છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. કેટલાક અસામાજીક તત્તવો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા પોલીસ (Surat Police) દોડતી થઇ છે.

સતત અસામાજિક તત્તવો જાણે ખુલ્લેઆમ લોકો પર પોતાની દાદાગીરી સાથે ગુંડાગર્દી અને લોકોને સામાન્ય બાબતે મારમારી પોતાની ઘાક જમાવતા હોવાની સતત ઘટના સમયે આવી રહી છે. આ દરમિયાન આવી ઘટના દિવસેને દિવસે સામાન્ય બની છે અને તેમાં પણ સૌથી વધુ આવી ઘટના બને છે.

સુરતમાં બમરોલી રોડ પર આવેલ મુક્તિનગર ખાતે ધુળેટીના તહેવાર પર અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. ધુળેટી રમવાને લઈને બે જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં 10થી 12 જેટલા અસામાજિક તત્વો ચાકુ અને તલવાર લઈને જાહેરમાં હુમલો કરવા લાગ્યા હતા. તે દરમ્યાન ત્રણ થી ચાર લોકોને ઈજા થઈ હતી. ત્યાં બાજુમાં દુકાન પર લાગવવામાં આવેલ કેમેરામાં સમગ્ર ઘટના કેદ થતાં પોલીસે આ મામલે તપાસ હાથધરી છે. સીસીટીવીમાં દેખાયેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી રોડના મુક્તિનગર ખાતે અસામાજિક તત્વોએ ધુળેટીના રંગોને લઈને બખેડો કર્યો હતો. અસામાજિક તત્વઓએ કલરથી રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી આતંક મચાવ્યો હતો. 10થી 15 જેટલા અસામાજિક તત્ત્વો આ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા.

અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ અને ધાગ જમાવવા માટે પોતાની પાસે રહેલા ચાકુ અને તલવાર વડે સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને આ સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ગુનો દાખલ કરી એક વ્યક્તિની અટકાયત કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આવા અસામાજિક તત્વોની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *