સુરત : વિશ્વની સૌથી મોટી હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં ઓફિસ બિલ્ડીંગ ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) સુરતના ખજોદ વિસ્તારમાં શરૂ થવા જઈ રહ્યું છે. 17 મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ ઓફિસનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે વેપારીઓ તરફથી એક ફરિયાદ સામે આવે છે. વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ ઓફિસમાં બેસનાર વેપારીઓ માથાના દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. જેની પાછળનો મુખ્ય કારણ ડાયમંડ બુર્સની નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ (Khajod Dumping Yard) છે.
વેપારીઓમાં માથાના દુખાવો અને બેચેનીની ફરિયાદ
સુરતના ખજોદ વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ ડાયમંડ ટ્રેડિંગ હબ બનીને તો તૈયાર છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ લોકો માટે પરેશાની બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરના રોજ ડાયમંડ ટ્રેડિંગ હબ ઉદ્ઘાટન કરશે. વિશ્વભરના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આતુરતાથી સુરત ડાયમંડ બુર્સ ધમધમતું જોવા માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) પર આવતા વેપારીઓ અને વિઝીટર્સ સુરત મહાનગરપાલિકાના ડમ્પીંગ સાઈડથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ડમ્પીંગ સાઈટમાંથી આવનાર દુર્ગંધના કારણે હવે લોકો માથાના દુખાવો અને બેચેનીની ફરિયાદ કરવા લાગ્યા છે.
સુરત ડાયમંડ બુર્સ ની મુલાકાતે આવતા વિઝીટર્સ થયા પરેશાન
તમને જણાવી દઈએ કે આ સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે આની ફરિયાદ મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે. એટલું જ નહિ આ અંગે જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સુરત ડાયમંડ બુર્સ ની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ પણ આ અંગે ટીકા કરી હતી. ત્યારે એવું જાણવા મળ્યું છે કે ડાયમંડ બુર્સના ટ્રસ્ટીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ડમ્પિંગ સાઇડ દૂર કરવામાં આવે. આ સાથે જ બીજી જગ્યાએ ડમ્પીંગ સાઈડ ખસેડવા માટેની તજવીજ પણ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે નજીકના પ્લોટ પર સ્થિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ખજોદ ડમ્પસાઇટમાંથી દુર્ગંધ આવે છે અને તે દરરોજ લગભગ 2,300 મેટ્રિક ટન કચરાના પ્રોસેસિંગની થાય છે. આ ડમ્પીંગ સાઈટ પર કચરાનો ઢેર છે. જેના કારણે દુર્ગંધ સુરત ડાયમંડ બુર્સ સુધી આવે છે. જેના કારણે વેપારી અને વિઝીટર્સ લોકો પરેશાન થઇ ગયા છે.
સુરત શહેરનો કચરો ત્યાં ઠલવાય છે!
ત્યારે આ સમગ્ર મામલે સુરત ડાયમંડ બુર્સના ટ્રસ્ટી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, એકંદરે જોઈએ તો સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયું છે, જ્યારથી કન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેનાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ડમ્પીંગ સાઈડ 2000 મીટર દૂર છે. સમગ્ર સુરત શહેરનો કચરો ત્યાં ઠલવાતા હોવાના કારણે જ્યારે પવનની દિશા તે તરફની હોય ત્યારે સુરત ડાયમંડ બુર્સમાં આવતા મુલાકાતીઓ માટે, ત્યાં ઓફિસ ધરાવતા લોકો માટે એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube