સુરતમાં બીટ કોઈન લોન્ચિંગના નામે કરોડોની છેતરપિંડી… -સ્કીમ જાણી પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

Published on Trishul News at 5:03 PM, Fri, 8 December 2023

Last modified on December 8th, 2023 at 5:06 PM

Scam in Bit Coin Launch in Surat: સુરતમાં તાજેતરમાં જ છેતરપિંડી થયાના ઘણા કેસો સામે આવી ગયા છે. ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 30 લાખ ખંખેરી નાખ્યા છે. ગુજરાતમાં જ્યારે પણ બીટકોઈનની વાત સામે આવે ત્યારે સુરત મોખરે રહે છે. તેમ આવી ચેન સિસ્ટમમાં પણ સુરતના લોકો પણ અગાઉ ભોગ બની ચુક્યા છે ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આ ગેંગનો મુખ્ય પ્રમોટર ઈંગ્લેન્ડના મોહસીન જમીલની ધરપકડ(Scam in Bit Coin Launch in Surat) કરવામાં આવી છે.

પોલીસે ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પાડ્યો છે. આ શખ્શ બક્ષ કોઈન નામની ક્રિપ્ટો કરન્સી પ્રમોટ કરવાનો આરોપી છે. દુબઇ ભાગેલો પ્રશાંત બ્રહ્મભટ્ટ ભારતમાં હોવાની માહિતીના આધારે  ગોવા એરપોર્ટથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં 7 રોકાણકારોએ 2.30 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આ પ્રતિબંધિત રોકાણ આ શખ્શ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડના મોહસીન જમીલ દ્વારા બીટકોઈનનું ટ્રેડિગ કરાયું હતી. સુરતની ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં મુખ્ય પ્રમોટર કહેવાતા ઈંગ્લેન્ડના મોહસીન જમીલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Be the first to comment on "સુરતમાં બીટ કોઈન લોન્ચિંગના નામે કરોડોની છેતરપિંડી… -સ્કીમ જાણી પોલીસ પણ માથું ખંજવાળવા લાગી"

Leave a comment

Your email address will not be published.


*