છેલ્લા ઘણાં સમયથી જૈન સમાજના ઘણાં લોકો સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે છે. જૈન ધર્મ પ્રેમીઓ માટે સુરત દીક્ષાનગરી બની રહ્યું છે. દીક્ષાના ભાવ જાગતાં શ્રાવક શ્રાવિકાઓ સંસારની મોહમાયા ત્યજીને ઓધો હાથમાં લઈને કઠિન ગણાતા સંયમી જીવન તરફ આગળ વધતા હોય છે. ત્યારે સુરતમાં એક સાથે 12 દીક્ષા યોજાવા જઈ રહી છે. આ દીક્ષામાં સુરતની મહેતા પરિવારની આજ્ઞા મહેતા પણ દીક્ષા લેવા જઈ રહી છે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા બે મોટી બહેનોએ દીક્ષા આપવામાં આવી રહી છે. ત્યાર બાદ હવે પરિવારની ત્રીજી દીકરી પણ દીક્ષા લઈને સંયમી જીવન જીવવા આગળ વધી રહી છે, ત્યારે પરિવારે પણ કઠણ હ્રદયે દીક્ષાના માર્ગને પ્રશસ્ત કરવા આજ્ઞાને મંજૂરી આપી છે. જ્યારે આચાર્ય ભગવંતોએ પણ મૂહુર્ત આપીને મુમુક્ષુને દીક્ષા માર્ગ પ્રશસ્ત કરવા અનુમોદના આપી છે ત્યારે 22મી મેના રોજ ભવ્ય દીક્ષા સમારંભમાં 12 મુમુક્ષુઓ સાથે આજ્ઞા મહેતા પણ દીક્ષા લઈને જૈન સાધુ-સાધ્વી મહારાજ સાહેબના માર્ગે આગળ વધશે.
આજ્ઞા મહેતાએ જણાવ્યું કે, મોટી બહેનોએ દીક્ષા લીધી ત્યારે ભાવ નહોતો. પરંતુ તેમની સાથે રહ્યા બાદ મને ભાવ જાગ્યો હતો. હું દુઃખથી કે સુખ મેળવવા દીક્ષાના માર્ગે આગળ નથી વધી રહી પરંતુ મને આ બધુ જોઈને ભાવ થઈ રહ્યો છે. મારા પરિવારના સંસ્કાર જ એવા છે. મને લાગે છે કે સંસ્કાર છોડવો ન પડે છૂટી જ જાય છે. કોઈ જીવને મારા તરફથી દુઃખ ન મળે તે માટે દીક્ષા લઈ રહું છે. પૂજય જીનપ્રિયજી મહારાજે મારામાં ભાવ જગાવ્યા છે મારે સેવન સ્ટારમાં જવાની જરૂર નહી પડે મારૂં જીવન જ સેવન સ્ટાર બની જવાનું છે.
આજ્ઞાનાબ માતા મંજૂલાબેન મહેતાએ કહ્યું કે, માબાપને છોકરાઓ વ્હાલા જ હોય છે. મારા સંતાનોએ એમનો આવતો ભવ સુધારવો છે માટે અમે રજા આપી રહ્યા છીએ. અમારા માટે રજા આપવી સહેલી બાબત નથી પરંતુ સંતાનોના આવતા ભવને ધ્યાનમાં રાખીને રજા આપી છે.
આજ્ઞાના પિતા વિપુલ મહેતાએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિના મૂળ આદર્સ ત્યાગીને ભોગવવાનો છે. ભગવાને રામ પણ અને કૃષ્ણએ પણ એ જ કર્યું હતું. આપણી સંસ્કૃતિમાં ત્યાગનું મહત્વ છે. અમારી ત્રણેય દીકરીઓને શ્રેષ્ઠ જીવન શૈલી આપવી હતી. પરંતુ તેમણે આ રસ્તો અપનાવ્યો છે. આગળ દીક્ષા લેનાર પણ ખુશ છે તો અમે આ દીકરીને પણ એ જ માર્ગે મોકલવા જઈ રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.