5 year old child died in Surat: સુરત શહેરમાં આવેલા ડીંડોલી વિસ્તારમાં આવેલા નવાગામમાં ગણેશ વિસર્જનને લઇને ખોદવામાં આવેલા ખાડામાં પાંચ વર્ષીય બાળક પડી ગયું હતું. ત્યારે ડૂબી જવાથી બાળકનું ઘટનાસ્થળે જ મોત(5 year old child died in Surat) નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ત્મોર્ત્મ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ગણેશ વિસર્જન દરિમયાન સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે.સુરતના ડીંડોલી વિસ્તારના નવા ગામમાં ગણેશ મહોત્સવ પૂર્ણ થયા પછી ગણેશ વિસર્જન માટે સ્થાનિકોએ 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો.ખાડો ખોદી તેમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પૂર્ણ થયા પછી પણ આ ખાડો જેમનો તેમ જ હતો. તે દરમિયાન સત્યમ નામનું પાંચ વર્ષીય બાળક રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું. ખાડાની ઊંડાઈ વધુ હોવાથી બાળક ખાડામાં ગરકાવ થઈ ગયું હતું.
પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કર્યાના 5 કલાકમાં ઘટના બની
આ દરમિયાન સત્યમ ઘરમાં તેમજ આસપાસ નહીં મળી આવતા સ્થાનિકો અને માતા પિતાએ સત્યમની શોધ ખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે સત્યમ આ 10 ફૂટ ઊંડા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ACP, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તે ઉપરાંત લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલને જાણ થતા તેઓ પણ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખરેખર લોકોની બેદરકારીને કારણે ફૂલ જેવી માસૂમ જિંદગી બુજાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ત્મોર્ત્મ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે, ‘આ મામલે તપાસમાં કોઈ કચાશ છોડવામાં આવશે નહીં અને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.’
સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ
મળતી માહિતી અનુસાર, ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા જુદાં જુદાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. તેમ છતાં જે રીતે ખુલ્લી જગ્યામાં કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેમ જમીનમાં ખાડો ખોદીને ડીંડોલીમાં ગણપતિના વિસર્જન કરવામાં આવ્યું હતું. જેની સામે સ્થાનિકોએ ખુબ વિરોધ પણ કર્યો હતો. તેમ છતાં ગણપતિનું વિસર્જન અહીં કરવામાં આવ્યું હતું, ત્યારે આજે 5 વર્ષનો સત્યમ આજ પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ખાડો ખોદનાર સામે કડક પગલાં ભરવા અને મરનાર બાળકને ન્યાય માટેની માંગ કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube