‘નવલી’ નવરાત્રીની રાત્રીએ ગરબે ઘુમવા આવશે મેઘરાજા- હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત

Published on Trishul News at 11:00 AM, Sat, 30 September 2023

Last modified on September 30th, 2023 at 11:01 AM

Meteorological department rain forecast in Gujarat: ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં વરસાદનું કંઈક અંશે વિચિત્ર વર્તન જોવા મળી રહ્યું છે. જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ઓગસ્ટ મહિનો સાવ ખાલી જતાં લોકો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે જન્માષ્ટમી આવતાં વરસાદે (Meteorological department rain forecast in Gujarat) ફરી રાજ્યમાં રમઝટ બોલાવી દીધી હતી. હવે વરસાદનું જોર ખુબ ઓછું થયું છે.

પરંતુ એક સમયે ભાદરવો ભરપૂર જેવી વરસાદના મામલે સ્થિતિ થઈ હતી. હવે શુક્રવારથી પંદર દિવસનો શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે. ત્યાર પછી જગત જનની મા જગદંબાની નવરાત્રી આવશે અને ગયા વર્ષની જેમ નવરાત્રીમાં વરસાદે ખેલૈયાઓને મુસીબતમાં મૂકી દીધા હતા એવી રીતે આ નવરાત્રીમાં પણ વરસાદ ગરબા ગાવા આવી શકે તેમ છે.

ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં તો એવો ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ગયા હતાં અને ક્યાંક ક્યાંક પૂર પણ આવ્યું હતું. જોકે હવે ગુજરાતમાં વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોઈ રાજ્યના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. તા. 1 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તા. 2 ઓક્ટોબર ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે.

બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે
હવામાન વિભાગે નવરાત્રીને લઈને આજે મોટી આગાહી કરી છે, તે મુજબ 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોળાર્ધમાં જતાં ચોમાસાની ધીમે ધીમે પૂરું થતું હોય છે, પરંતુ આ વખતે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જેના કારણે વરસાદ પણ પડી શકે છે. તા. 2 ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધી શકે છે, પરંતુ 18, 19 અને 20 ઓક્ટોબરથી આ વાવાઝોડાની ગતિવિધિમાં મોટા પાયે વધારો થવાથી નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે.

12 થી 20 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
અરબી સમુદ્રમાં થઈ રહેલા હવામાનના ફેરફારના કારણે તા. 12 થી 20 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થઈ શકે છ. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી સકે છે. રાજ્યમાં 12 થી 20 ઓક્ટોબરની વચ્ચે પણ આવો માહોલ સર્જાશે.

Be the first to comment on "‘નવલી’ નવરાત્રીની રાત્રીએ ગરબે ઘુમવા આવશે મેઘરાજા- હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત"

Leave a comment

Your email address will not be published.


*