ભરતસિંહને હરાવવા સુરતના પૂર્વ કોંગ્રેસી નેતાનું ઓપરેશન ‘ક્લીયર KHAM’, હજુ વધુ MLA રાજીનામાં આવશે

કોંગ્રેસમાં આજે પણ એક વિકેટ પડશે, સાંજ સુધીમાં વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપશે. સૌરાષ્ટ્રના અગ્રણી પાટીદાર ધારાસભ્યે પક્ષ છોડવા મન મનાવી લીધું હોવાની વાત સામે…

કોંગ્રેસમાં આજે પણ એક વિકેટ પડશે, સાંજ સુધીમાં વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપશે. સૌરાષ્ટ્રના અગ્રણી પાટીદાર ધારાસભ્યે પક્ષ છોડવા મન મનાવી લીધું હોવાની વાત સામે આવી રહી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્ય રાજીનામુ આપી રહ્યા છે. ગઈકાલે કરજણ અને કપરાડાના ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ આજે સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવાના હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસને જોરદાર ફટકો પડે એવી ગોઠવણને ભાજપે આખરી ઓપ આપી દીધો છે. છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો આજે સાંજ સુધીમાં જ રાજીનામું પડશે.

ગઈકાલે જ પરેશ ધાનાણીએ આ બાબતે સંકેત આપી દીધા હતા કે કોણ આ બધું સંચાલન કોણ કરી રહ્યું છે. પરેશ ધાનાણીનો ગઈકાલનો સંકેત સમજવા જયારે તેમના નજીકના વ્યક્તિઓ પાસે જાણકારી મેળવવામાં આવી ત્યારે જે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે તેમની પાછળ સુરતના એક ભૂતપૂર્વ કોંગ્રેસી નેતા કે કે પટેલ નો હાથ હોવાનું સામે આવ્યું છે. જે હાલમાં NCP સાથે જોડાયેલા છે.

2017 વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ ન મળવાથી નારાજ થઈને કે કે પટેલે કોંગ્રેસ છોડી દીધું હતું. અને તેમને રાજકીય રીતે વેતરનાર ભરતસિંહ સોલંકીને રાજ્યસભા હરાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તોડવાનું કામ કે કે પટેલ કરી રહ્યા છે. કામરેજના કે કે પટેલ સુરત અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં ભાર પણ ધરાવે છે. પાટીદાર સમાજને એક રાજ્યસભાની બેઠક મળે તેવી માંગ ઉઠી હતી જેને કોંગ્રેસના “ખામ” વંશવેલાના નેતાઓએ પૂરી થવા નહોતી દીધી જેનું પરિણામ હાલ કોંગ્રેસ ભોગવી રહી છે. કે કે પટેલને કોંગ્રેસમાં રહેલા ભરતસિંહ સોલંકીના વિરોધી નેતાઓનો પણ પૂરો ટેકો મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *