સુરતમાં ત્રણ મહિના અગાઉ કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટનાં ૧૩૦૪ પરીવાર કે જેઆે ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ સ્કીમ માં જોડાયા હતા. આ ૧૩૦૪ પરીવારને મહીનાઓથી ભાડું નહોતું મળી રહ્યું. જેના કારણે પૂર્વ ભાજપ કોર્પોરેટર સ્વાતી સોસાની આગેવાનીમાં આંદોલન કરાયું હતું. તે સમયે ભાજપના પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય સહિતનાઓએ મધ્યસ્થી કરીને આંદોલન સમેટાવ્યું હતું અને ન્યાય મળશે અને ભાડું મળશે તેવી જાહેરાત કરાવીને તેનો જશ્ન પણ મનાવ્યો હતો. આ જશ્નમાં ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેચીને મોટો કાર્યક્રમ યોજાયો હતો. પણ આ સસ્તી પ્રસિદ્ધિ બાદ પણ પીડિતોને ન્યાય મળ્યો ન હોવાથી ફરીથી ભાજપના નેતા આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ બાબતે પૂર્વ ભાપ કોર્પોરેટર સ્વાતી સોસા જણાવે છે કે, સુરત TP -3 કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટનાં ૧૩૦૪ પરીવાર કે જેઆે ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ સ્કીમ માં જોડાયા હતા આ ૧૩૦૪ પરીવારને ૧૦ મહીના થી ભાડું આપવામાં આવ્યું નથી. સુરત મહાનગર પાલિકા માં બાકી રહેતા ભાડાં ચુકવવાં અનેકો અનેકવાર લેખિત તેમજ માૈખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદીન સુધી સુરત મહાનગર પાલિકા તરફથી સંતોષકારક જવાબ કે ભાડાં અપાવામાં આવ્યાં નથી.
વધુ વાતચીતમાં સોસા કહેછે કે, અત્યારે કોરોના મહામારી ના લીધે ઉદભવેલી લોકડાઉનની પરીસ્થિતિના કારણે તેમજ સુરત મહાનગર પાલિકાની ઉદાસીનતાના કારણે અમો ૧૩૦૪ પરીવારની આથિઁક પરીસ્થિતિ પડયા પર પાટું જેવી થઇ ગઇ છે. તેમજ અમારા ધંધા રોજગાર છીનવાઈ ગયા છે. અમોને બે ટક ખાવાના પણ ફાફા પડી ગયા છે. ને ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે. અમારા ૧૩૦૪ પરીવારના ભાડાં તાત્કાલિક ધોરણે ચુકવવા માટે અમો એ તા.1 મેના રોજ સુરત મ્યું. કમિશ્નર શ્રી ને લેખિતમા આવેદન આપ્યું હતું, પરંતુ આજ દીન સુધી અમોને અમારા ૧૦ મહીનાના ભાડાં કયારે મળશે તેની કોઇ માહીતી આપવામાં આવી નથી. તેથી ના છૂટકે ગાંધી ચિંધ્યો માગઁ અપનાવીને તા.૫।૦૬।૨૦૨૦ નાં શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે ગોટાલાવાડી ટેનામેન્ટ આેનસઁ એસોસીએશન ના મેમ્બર સુરત મહાનગર પાલીકા કચેરી, મુગલીસરા ખાતે સોશ્યલ ડીસટન્સીંગ નું પાલન કરી ઉપવાસ પર બેસવા પહોચ્યા હતા અને માંગ કરી હતી કે જયાં સુધી અમારા બાકી રહેતા ભાડાં ચુકવામાં નહી આવે તેમજ ભાડાં નિયમિત કરવામાં નહી આવે ત્યા સુધી અમે આમરણ ઉપવાસ પર બેશીસુ.
આમ જયારે શ્રેય લેવા માટે પોતાના પક્ષના નેતાઓને સસ્તી પ્રસિદ્ધિ લેવામાં આવી અને સાશકો પણ પોતાના પક્ષના જ છે ત્યારે સાશકો સામે સવાલ ઉઠાવીને પોતાના પક્ષના સાશકો સામે સવાલ કરવાનું હાલ તો ભાજપના નેતા પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભૂલી ગયા છે.