ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતના ડુમસ વિસ્તારમાંથી સામે આવી છે. સુરતમાં ડુમસના વી.કે.ફાર્મની જમીનમાં પ્લોટની ઠગાઈમાં ડુમસ પોલીસે બે સગી બહેનો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે રીટા ગુણવંત બારોટની રવિવારે સાંજે ધરપકડ કરી છે. બન્ને બહેનો રિટાયર પોલીસ અધિકારી સ્વ.ગુણવંત રાવની પુત્રી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતમાં આવેલ રાંદેરની એક ખાનગી હોસ્પિટલની ડો. દિપ્તીબેન દિપકભાઈ પટેલની માતાએ 2006માં રીટા બારોટ પાસેથી ડુમસની વી.કે.ફાર્મની જમીનમાં એક પ્લોટ 51 લાખમાં વેચાણથી લીધો હતો. 51 લાખની રકમ બે ટુકડામાં આપી 22 એપ્રિલ 2006 એ રીટા બારોટે ડોક્ટરની માતાને જમીનના અંદર બહારના તમામ હક્કો સહીતના વેચાણની રસીદ બનાવી આપી હતી. પરંતુ તે સમયથી પ્લોટનો કબજો માતાએ લઈ લીધો હતો.
અત્રે ઉલેખનીય છે કે, ડુમસની વી.કે.ફાર્મની પ્લોટમાં કંમ્પાઉન્ડ વોલ બનાવી બે રૂમો બનાવી વોચમેન અને કેરટેકરને રાખ્યા હતા. જાન્યુઆરીમાં દિપ્તીબેન પરિવાર સાથે અમેરિકા ગયા તે અરસામાં રીટા અને તેના માણસોએ પ્લોટ પર જઈ કેરટેકરને કહ્યું કે, તમને કોઈ પૂછે તો જણાવાનું કે, હું ગુણવંત રાવ અને રીટા બારોટને ત્યાં નોકરી કરૂ છું, ડોક્ટર સાહેબનું નામ આપવાનું નહીં, દોઢ મહિના પછી ડોક્ટર ઈન્ડિયા આવી ત્યારે પ્લોટનો દસ્તાવેજ થયો હોવાની વાત ખબર પડી.
વાત મળતાની સાથે જ ડોક્ટરે રીટા બારોટને દસ્તાવેજ ક્યારે કરી આપો છો એવુ પૂછ્યું હતું. જેના જવાબ રૂપે રીટાએ કહ્યું કે, મારી બેન હેલી અને તેની કંપનીના નામે 24મી જાન્યુઆરીએ દસ્તાવેજ થયો હોવાની વાત કરી હતી. આથી પ્લોટમાં વિવાદ ઊભો થયો હતો. ફેબ્રુઆરીમાં બન્ને બહેનો હોસ્પિટલ પર આવી ડોક્ટરને કહ્યું કે, તમો વકીલ કે પોલીસમાં ન પડો અને જો જમીન બાબતે કોઈ કાર્યવાહી કરશો તો તમારી હોસ્પિટલ બંધ કરાવી દઈશ, તમારૂ લાયસન્સ રદ કરાવી દઈશ કહી મીડિયા નામે અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ડુમસ પોલીસે રીટા ગુણવંત બારોટ અને હેલી ગુણવંત રાવ (બન્ને રહે. સીમાનગર સોસા, તાડવાડી,રાંદેર)ની સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle