સગો બાપ જ બન્યો હેવાન: સુરતમાં દીકરી સૂતી હતી અને અચાનક આવી પહોંચ્યો હવસખોર પિતા, અને પછી…!

Surat Crime: સુરતના ડિંડોલીમાં બાપ-દીકરીના સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. બાપે જ પોતાની સગીર દીકરી સાથે અડપલાં કર્યાં હોવાનું સામે આવ્યું છે. સગીરાએ પિતા દ્વારા કરવામાં આવતા શારીરિક અડપલાં અંગે તેના ભાઈને પણ જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં બીજી વાર પિતાએ(Surat Crime) દીકરી સાથે અડપલાં કર્યાં હતા.

મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. સગા પિતા એજ પોતાની સગીર વયની દીકરી સાથે વારંવાર શારીરિક અડપલાં કર્યા હોવાનું પોલીસ સ્ટેશમાં ફરીયાદ નોંધવામાં આવી છે. સગીરા રાત્રે સૂતી હતી તે વખતે હવસખોર પિતાએ દીકરી સાથે અડપલાં કર્યા હતા. જેને વાત દીકરીએ તેના સગા ભાઇને પણ કહી હતી. જો કે કોઈનો ડર રાખ્યા વગર ફરી સગીરાના પિતાએ એક હરકત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે બાળકી સવારે સ્કૂલ ગઈ હતી. અને તે સ્કૂલની બહાર રડતી જોવા મળી હતી. આ સમયે એક મહિલાની નજર તેના પર પડી હતી. અને જાગૃત મહિલાએ સગીરા સાથે વાત કરી તેને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે સગીરાની પૂછપરછ કરતા નરાધમ બાપની કરતૂત ખુલ્લી પડી હતી. અને સગા બાપે જ તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનું પણ સામે આવ્યું હતું. આ સાંભળીપોલીસે સગીરાના પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.

સગીરા તેના 17 વર્ષના ભાઈ અને પિતા સાથે રહેતી હતી. સગીરાની માતા પોતાના પિયરમાં રહેતી હતી.જોકે પિતાને દારૂ પિવાની ટેવ હોવાથી માતા છેલ્લા 3 વર્ષથી અલગ રહેતી હતી. એટલું જ નહીં આરોપી પિતાને માતા સાથે કોર્ટમાં કેસ પણ ચાલે છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ બાળકીના પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સગીરા અને તેનો 17 વર્ષનો ભાઈ પિતા સાથે રહેતા હતા.જોકે પિતાને દારૂ પિવાની ટેવ હોવાથી માતા છેલ્લા 3 વર્ષથી અલગ રહેતી હતી.એટલું જ નહીં આરોપી પિતાને માતા સાથે કોર્ટમાં કેસ પણ ચાલે છે. ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે બાળકીનાં પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.