AMNS Hazira: સુરત શહેરના છેવાડે હજીરા વિસ્તારમાં શુક્રવારે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી.ખાનગી કંપનીમાં ચાલતી કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન 30 મીટર ઉપરથી જમીન પર પટકાયેલા ત્રણ શ્રમિકો પૈકી બેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.અન્ય એકને તાત્કાલિક સારવાર અર્થે નાનપુરામાં(AMNS Hazira) ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ત્રણ કામદારો પણ જમીન પર પટકાયા હતાં
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હજીરા ખાતે આવેલ આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસથી SMP-3 વિભાગમાં કન્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં આજે સવારે રાબેતા મુજબ 30 મીટર ઉપર કોલમમાં બીમ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના માટે ટ્રોલી પર બેસીને ત્રણ કામદારો કોલમ-બીમ વચ્ચે નટ બોલ્ટ ફીટ કરી રહ્યા હતા. જોકે, અચાનક લોખંડનો મહાકાય બીમ ટ્રોલી સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મશીન તૂટી જતાં જમીન પર ધરાશાયી થયું હતું. જેને પગલે તેમાં સવાર ત્રણ કામદારો પણ જમીન પર પટકાયા હતાં.
કોન્ટ્રાકટર વિરુદ્ધ માનવવધને લઈ ગુનો નોંધાઈ શકે છે
નવી બની રહેલી સાઈટ કે અન્ય કોઈ પણ મોટી જગ્યા પર જયારે બાંધકામને લઈ વાત હોય ત્યારે જે તે કંપની દ્વારા શ્રમિકોને લાઈફ સેફટીના સાધનો પહેરવા માટે આપવામાં આવતા હોય છે જેના કારણે કોઈ પણ ઘટના બને તો શ્રમિકને વધારે નુકસાન થાય નહી,ત્યારે આ ખાનગી કંપનીમાં શ્રમિકોને સેફટી સાધનો આપ્યા હતા કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,જો સાઈટ પર સેફટીના સાધનો અપાયા ના હોય તો જે તે કંપનીના માલિક અથવા કોન્ટ્રાકટર વિરુદ્ધ માનવવધને લઈ ગુનો પણ નોંધાઈ શકે છે.
2ના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત
આ દુર્ઘટનાને પગલે મૂળ પંજાબના ગોગા મહેલ ગામના રહેવાસી 37 વર્ષીય ચરનજીત સિંગ અને 35 વર્ષીય ગુરવિન્દર સિંગ સહિત એક અન્ય કામદારને ગંભીર ઈજા પહોંચી હતી. ધડાકાભેર મશીન 30 મીટર ઉપરથી નીચે પટકાતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા કામદારોએ તાત્કાલિક સારવાર અર્થે ત્રણેય શ્રમિકોને હોસ્પિટલ દાખલ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જોકે, ચરનજીત સિંગ અને ગુરવિન્દર સિંગનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App