સુરતમાં વારંવાર તાપીમાં આપઘાતના બનાવો બહાર આવતા હોય છે પરંતુ અહી તાપીમાં બોટ પલટી જતા બે યુવકોનાં મોત થયા હતા. સુરત શહેરમાં આવેલી તાપી નદીમાં આજ રોજ માછલી પકડવા માટે ગયેલ યુવકોની બોટ પાણીમાં પલટી ગઈ હતી. જો કે, બોટમાં સવારી કરી રહેલા કુલ 5 માંથી 3 યુવક કિનારા પર નીકળ્યા હતા. પણ 2 યુવકો લાપતા થઇ જતા છેવટે ફાયર ખાતા બહાર કાઢતા આ યુવકનું મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા આ બનાવમાં એક વીડિયો બહાર આવ્યો છે.
બોટમાં ગયેલા રાહુલનાં સાથી દ્વારા દુર્ઘટના અગાઉ બનાવેલો વીડિયો બહાર આવ્યો છે. આમ આ વીડિયોને મૃત્યુની અમુક મિનિટો અગાઉનો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો મૃત્યુની છેલ્લી ક્ષણનો વીડિયો કહી શકાય. આ દુર્ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરનાં અમરોલી વિસ્તારના પોલીસની હદમાં આવેલા મોટા વરાછાનાં ઉતરાણ ખાતે આવેલા હળપતિ વાસમાં રહેતા 5 જેટલા યુવકો તેનાં નિત્યક્રમ અનુસાર તાપી નદીમાં માછીમારી તેમજ તેમાં પણ વિશેષ ઝીગા પકડવા ગયા હતા.
આ યુવકો જે બોટમાં સવાર હતા તે બોટ અચાનક જ તાપી નદીમાં પલટી જતા બોટમાં સવાર થયેલા બધા 5 યુવક તાપી નદીમાં ગરકાવ થયા હતા. જો કે, આ 5 યુવકમાંથી હિતેશ રાઠોડ અલ્તાફ શેખ તેમજ સોનુ સ્વેત નદીમાંથી નીકળીને કિનારે આવ્યા હતા. આ બોટમાં સવાર થયેલા રાહુલ મરાઠી તેમજ અજય રાથડ પાણીમાં ડૂબયા હતા. બનાવની જાણ થતા ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
તાત્કાલિક ઘટના વિશે ફાયર ખાતે જાણકારી આપવામાં આવી હતી. જો કે, થોડી જ મિનિટમાં ફાયર ખાતા ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. ફાયરનાં જવાનો દ્વારા આ બન્ને લાપતા યુવકો શોધવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. તેમજ બન્ને યુવક મળતા એમને નદીમાંથી બહાર કાઢી આવ્યા હતા.
જો કે, આ બન્ને યુવકે સારવાર મળે તે અગાઉ એનું મૃત્યુ થયું હતું. ફાયર વિભાગની સાથે પહોંચેલી પોલીસ દ્વારા આ બન્ને યુવકની લાશનો કબજો લઇને આ બન્ને યુવકે PM માટે ખસેડી આ બાબતે ગુનો નોંધી વધારે તપાસ ચાલુ કરી છે. જો કે, યુવકનાં મૃત્યુનાં સમાચાર મળતા આખા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle