લાંબા સમયથી બંધ પડેલા CNG વાહન ચાલુ કરતા હોવ તો સુરતનો આ કિસ્સો જરૂર જોજો નહીતર જઈ શકે છે…

રાજ્યમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આફરી એક વખત આવી જ એક ઘટના સૂરતના વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. નાના વરાછા વિસ્તારમાં લોકડાઉન બાદ પહેલી વાર શરૂ કરેલી CNG વાનમાં આગ લાગી ગઈ હતી.

વાનમાં જયારે આગ લાગી તે અંગે ડ્રાઇવરને ખબર પણ ન પડી. આસપાસના લોકોએ કાર ચાલકને જાણ કરી હતી. જેથી કારના માલિક અને કાર ચાલક કાકા નીચે સલામત રીતે ઉતરી ગયા હતાં. બાદમાં આસપાસની દુકાનોમાં રહેલા ફાયર એસ્ટીંગ્યુટરથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો.

આગ લાગતાની સાથે જ આજુબાજુમાંથી લોકોની ભીડ ઘટના સ્થળ ઉપર જમા થઇ ગઈ હતી. જેમાંથી કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફાયરબ્રિગેડના કાફલાએ પાણીનો મારો ચલાવતાં આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, અચાનક આગ લગતા આગમાં બળીને કાર ખાક થઈ ગઈ હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાનજીના એન્જિનને આશરે 400 મીટર ચાલ્યા પછી જ રામજી મંદિર નજીક આગ લાગી હતી. વાનના માલિક કેતનભાઈ જીતુભાઈ જૈનના કાકા હરીશભાઈએ જણાવ્યું હતું કે, લોક ડાઉન દરમિયાન પડી રહેલી મારૂતિ સીએનજી વેન જીજે 5 સીએચ 388 (GJ 5 CH 388) નાના વરાછા તાપી દર્શનથી લઈને નીકળ્યો અને 400 મીટર જેટલા દૂર રામજી મંદિર પાસે પહોંચ્યા ત્યાં તો સામેથી આવતા લોકોએ કારમાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. જેથી જીવ બચાવીને નીચે ઉતરી ગયા હતાં. બાદમાં કારમાં ભારે આગ લાગી અને ભડથૂ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *