Surat Honeytrap News: સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવતા 32 વર્ષીય યુવકને હનીટ્રેપમાં ફસાવી 85 હજાર પડાવવામાં આવ્યા હતા. મહિલા સહિતની ડુપ્લીકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના (Surat Honeytrap News) બહાને કતારગામ – લલીતા ચોકડી પાસે નિલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફાઓ મારી બે લાખની માંગણી કરી છેવડે રૂપિયા 85 હજાર પડાવ્યા હતા. પોલીસે ત્રણ મહિલા સહિત ચાર ધરપકડ કરી છે.
હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો
કતારગામ પોલીસના જણાવ્યા મુજબ નાના વરાછા શ્યામધામ ચોક વિસ્તાર માં રહેતા 32 વર્ષીય અરવિંદ પટેલ (નામ બદલ્યું છે) મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવે છે. અરવિંદ ને ગત તા 21 નવેમ્બરના રોજ બપોરના અઠી વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામ નિલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અરવિંદ મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં બે મહિલાઓ બેઠી હતી. તે વખતે ત્રણ અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અરવિંદ ને તુ અહિ કેટલા ટાઈમથી આવે છે તેમ કી ગાલ ઉપર બે ત્રણ લાફા મારી બે લાખની માંગણી કરી હતી.
85 હજાર રૂપિયા આ ટોળકીએ પડાવ્યા
છેવટે રકઝક બાદ અરવિંદ પાસેતી ખોડલ ક્રુપા મેડીકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી રૂપીયા 85 હજાર લઈ નાસી ગયા હતા. અરવિંદેએ તેને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે ગતરોજ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસએ ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આ લોકોની કરી ધરપકડ
પાર્થ મગલભાઇ ઢોલા ઉ.વ.24 106, બ્લોક નં. પી, સહદાર રેસીડેન્સી, ગોડાદરા, સુરત ગામ-રાજુલા તા.રાજુલા જી.અમરેલી
દક્ષાબેન તે ભરતભાઇ આકોલિયા ઉ.વ.40 ઘર નં.303, ગણેશનગર સોસાયટી, પર્વતપાટીયા,મગથ ગામ પાસે, સુરત
જયશ્રીબેન ઉર્ફે પાયલબેન રોહિતભાઇ બોરડની વિધવા ઉ.વ.32 ધંધો-ઘરકામ રહે-ફલેટ નં.102, કૈલાશનગર, ડભોલી ચાર રસ્તા પાસે, સીંગણપોર, સુરત મુળવતન-ગામ સથરા તા.મહુવા જી.ભાવનગર
દિવ્યાબેન વિઠ્ઠલભાઇ તળાવિયા ઉ.વ.38 ઘર નં.101, હિરા નગર સોસાયટી, એલ. એચ. રોડ, વરાછા, સુરત શહેર મુળવતન- આંબાવાડિ, જોશીપુરા, જુનાગઢ
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App