સુરતના ઇચ્છાપોર વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું – વિદેશી ચલણ સાથે રમતા 6 જુગારી પોલીસ ને ચકમો આપી ફરાર

ગુજરાતમાં અવાર-નવાર પોલીસ દ્વારા જુગાર રમતા લોકોને ઝડપી પાડતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાં હજીરા રોડના જુના કવાસ ગામમાં ખેતરમાંથી 6 જુગારીઓને ઇચ્છાપોર પોલીસે વિદેશી ચલણ ઉપરાંત રૂા. 40 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ ત્રાટકતા વેંત ત્રણ જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

હજીરા રોડના જુના કવાસ ગામના મહાદેવ મંદિર નજીક ખેતરમાં ઇચ્છાપોર પોલીસે દરોડા પાડયા હતા. મંદિરની પાછળ ઝુપડપટ્ટીની બાજુમાં આવેલા ખેતરમાં પોલીસ ત્રાટકતા વેંત નાસભાગ મચી ગઇ હતી અને ત્રણ જુગારીઓ ભાગી ગયા હતા. જયારે છોટેલાલ સોહનલાલ સહાની (ઉ.વ. 28 રહે. શંકર ભગવાન મંદિરની પાસે ઝુપડપટ્ટીમાં, જુના કવાસ), અનિકેત શૈલેન્દ્ર જયસ્વાલ (ઉ.વ. 21 રહે. 174, સાંઇ સીતારામ સોસાયટી, કવાસ) અને હુસૈન મોઇનુદ્દીન શેખ (ઉ.વ. 32 રહેય શહેમદભાઇ પટેલના મકાનમાં, કવાસ દરગાહ પાસે) ઝડપાય ગયા હતા. જયારે તેમના ત્રણ સાથીદાર દિવ્યેશ પટેલ, પંકજસીંગ (રહે. રૂપલ ફ્લેટ, કવાસ) અને અજીત શાહ (રહે. બાપા સીતારામ સોસાયટી, કવાસ) ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ઝડપાયેલા જુગારીઓની અંગ જડતી અંતર્ગત છોટેલાલ સહાની પાસેથી યુએઇનું ચલણમાં 500 ડિરહામની એક નોટ, 200 ડિરહામની બે નોટ, 50 ડિરહામની એક નોટ, 20 ડિરહામની એક અને 10 ડિરહામની ત્રણ નોટ મળી આવી હતી.

વિદેશી ચલણ મળી આવતા ચોંકી જનાર પોલીસે છોટેલાલની પુછપરછ કરતા તે દુબઇમાં સેનર્જી ટેક્નો સર્વિસ નામની કંપનીમાં વેલ્ડર તરીકે કામ કરતો હોવાની અને 15 મહિના નોકરી કરી 3 દિવસ અગાઉ જ ભારત આવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે વિદેશી ચલણ ઉપરાંત રોકડ મત્તા, મોબાઇલ અને મોટરસાઇકલ મળી રૂા. 40 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *