સુરતમાં મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનો કેસ સામે આવ્યો ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો બાદ રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું. જેથી પોલીસે રિક્ષા ચાલકની સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
સુુુરતના ગોડાદરા વિસ્તારમાં મૂળ ઝારખંડનો શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. તેમાં બીજા નંબરની દીકરી 13 વર્ષીય જે બુધવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પિતાએ લિંબાયત પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ કરતા સૌથી નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી. તેમાં એક મિત્રએ પોલીસને જણાવ્યું કે
બુધવારે મધરાત્રે એક નંબર પરથી કિશોરીએ ફોન કર્યો હતો. તેથી પોલીસે તે નંબરની તપાસ કરતા તે નંબર ભોલા નામના રિક્ષા ડ્રાઈવરનો હતો. પોલીસે કિશોરીના મિત્ર દ્વારા તે નંબર પર ફોન કરીને કિશોરીનેની સાથે વાત કરીને ગોડાદરા બોલાવી હતી. ત્યાં રિક્ષા ડ્રાઈવર ભોલા સાથે આવી હતી. પોલીસે કિશોરીને પોતાના કબજામાં લઈને રીક્ષા ચાલક ભોલાને પકડી લીધો હતો. જ્યાં પૂછપરછમાં ખુબ જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
કિશોરીને અભ્યાસમાં રસ લેતી નથી. તેથી ઘરમાં તેના માતા-પિતા તેને ઠપકો આપતા માતા-પિતા પ્રત્યે રોષે ભરાઈ હતી. બીજી તરફ તેને મોડેલ બનવું હતું. તેથી તે મુબઈ જવા માંગતી હતી. બુધવારે સાંજે તે ઘરેથી એકલી મુંબઈ જવા નીકળી હતી. રસ્તામાં તેના બે મિત્રો મળ્યા હતા. જે બંને ના બાલિકા છે તેઓએ તેણીનેને કહ્યું કે તેઓ સુરત સ્ટેશને મુકી દેશે. એવું કહીને બાઇક પર બેસાડી
યુવતીના મિત્રોએ અવાવરૂં જગ્યાએ લઈ જઈ બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેને એક રિક્ષામાં બેસાડી હતી. રિક્ષાવાળાએ ને કહ્યું કે અત્યારે ક્યાં મુંબઈ જશે. સવારે તને લઈ જવા. રાત્રે રિક્ષાવાળો કિશોરીને પોતાના રૂમ પર લઈ ગયો હતો. ત્યાં રિક્ષાવાળાએ પણ બળાત્કાર ગુજાર્યો હતો.આમ લીંબાયત પોલીસે ગુનો દાખલ કરી રિક્ષા ચાલક ભોલાની ધરપકડ કરી છે.સાથે બીજા બે મિત્રો જે નાબાલિક તેમની પણ ધરપકડ કરી વધુ તપાસ આગળ કરી રહી છે.