આજકાલ બળાત્કારના કેસોમાં દિવસેને દિવસે ખુબ જ વધારો નોંધાયો છે. આ દરમિયાન ફરીવાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય પરિવારની વિધવા મહિલાની એકલતાનો લાભ લઇ કૌટુંબિક સબંધીએ મહિલાના રૂમમાં ઘુસીને અશ્લીલ હરકત કરી હતી. આ અંગે કૌટુંબિક સબંધી વિરૂધ્ધ વિધવા મહિલા દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે જે અંગે હાલ પોલીસે તપાસ શરુ કરી છે.
જાણવા મળ્યું છે કે, સુરતમાં સતત મહિલા અત્યાચાર તેમજ મહિલા અને બાળકીઓની છેડતી ઉપરાંત દુષ્કર્મની સતત ફરિયાદો આવી રહી છે. ત્યારે સુરતમાંથી મહિલા છેડતી મામલે વધુ એક ફરિયાદ સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રની વતની એક મહિલા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહે છે.
મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલા જ પતિનું અકસ્માતમાં મોત થયા બાદ પોતાના બાળક સાથે એકલી રહેતી આ મહિલા પોતાના બાળક સાથે પોતાની રૂમમાં સુતી હતી. આ દરમિયાન વિધવા મહિલાની એકલતાનો લાભ લઇને કૌટુંબિક સબંધી મુકેશ ભાષ્કર હેન્ડે વ્હેલી સવારે 3 વાગ્યાના અરસામાં અચાનક ઘરમાં ઘુસી આવ્યો હતો.
આ નરાધમે 6 વર્ષની પુત્રી સાથે રૂમમાં નિંદ્રાધીન ભાવનાના ગાલ અને છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકતો કરી હતી. જેથી ભાવનાની આંખ ખુલી જતા તે ચોંકી ગઇ હતી અને બૂમાબૂમ કરતા મુકેશ ત્યાંથી ભાગી ગયો હતો. આ દરમિયાન પોતાની જેઠાણી અને જેઠ સાથે રહેતી આ મહિલાની બૂમો સાંભળીને જેઠાણી તાત્કાલિક વિધવા મહિલાની રૂમમાં દોડી આવી હતી.
જ્યાં વિધવા માહિલાએ તેની સાથે સંબંધી દ્વારા જે હરકત કરવામાં આવી હતી એની જાણકરી આપી હતી. જોકે, કુટુંબિક સંબંધીએ કરેલી હરકતને લઇને આ મહિલાના પરિવાર દ્વારા આ સંબંધી વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી કરી વિધવા મહિલાએ અમરોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે બે ટિમ પણ કામે લગાડવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.