wકોરોના કાળમાં (Surat) સુરતના કેટલાય કોરોના ગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે જઈને ટિફિન સેવા આપીને સુરતના અડાજણ, કતારગામ, વરાછા વિસ્તારમાં જાણીતો ચહેરો બનેલા હિમાંશુ જેઠવા આજે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે હિમાંશુ જેઠવા(Himanshu Jethva) એક સામાન્ય પરિવારમાંથી આવતો સામાન્ય યુવાન હતો. જેને લોકોના ચહેરા પર સ્મિત જો અત્યંત પ્રિય હતું.
હજુ ગઈકાલે જ ૧૫મી ઓગસ્ટના દિવસે આ દેશ પ્રેમી યુવાને પોતાની આઠની લગ્ન તીથી ઉજવી લોકો વેલેન્ટાઈન ડે ના દિવસે પોતાના લગ્ન યોજતા હોય છે. પણ આ દેશ પ્રેમી યુવાને પોતાના લગ્ન 15મી ઓગસ્ટે કરીને પોતાને દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે, તે પોતાના દંપતી જીવનની શરૂઆતમાં જ દર્શાવી દીધું હતું. સામે છેડે ધર્મપત્ની શ્રી જેઠવા પણ એટલા જ જોશ અને જુસ્સાથી તેમની સાથે ખડે પગે રહ્યા છે.
હિમાંશુ જેઠવા ની વાત કરીએ તો તે કોઈ રાજકીય પાર્ટી ને સમર્થન કરતા ન હતા અને ખોટાને ખોટું કહેવાની હિંમત ધરાવતા હતા. હિમાંશુ જેઠવાના શોખની વાત કરીએ તો તેઓ એક કુશળ ફોટોગ્રાફર હતા સાથે સાથે ગુગલ google દ્વારા સર્ટિફાઇડ ગુજરાતના ગણ્યાગાંઠ્યા ફોટોગ્રાફરો માંથી એક હતા. પોતે એક સારા બ્લોગ રાઇટર પણ હતા અને એક જ સ્થળે ઉભા ઉભા 360 ડીગ્રી ફોટોગ્રાફીમાં પણ ખૂબ જ કુશળ હતા.
તેઓની સાથે અભ્યાસ કરી ચુકેલા સામાજિક અગ્રણી બીપીન ભાઈ પટેલ કહે છે કે, “મને વિશ્વાસ નથી આવતો કે હિમાંશુ હવે અમારી વચ્ચે નથી. અમારી દોસ્તી સ્કૂલ સમયથી છે. અમે એક શાળામાં ભણ્યા અને મોટા થયા તેનામાં પહેલેથી દેશભક્તિ ના ગુણ જોવા મળતા હતા અને તેને દેશના ગરીબ અને છેવાડાના લોકો સુધી કેમ સુધી પહોંચાડી શકાય તે માટે પ્રયત્ન કરતા રહેતા હતા.”
રાજ મહાજન નામના તેમના જ સામાજિક કાર્યમાં જોડાયેલા અગ્રણી મિત્ર કહે છે કે, “અમને વિશ્વાસ નથી થતો હિમાંશુ અમારી વચ્ચે નથી આજે તેના પરિવારે એક સિતારો નથી ગુમાવ્યો પરંતુ સુરતે એક મહાન યોદ્ધા ગુમાવ્યો છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.