બેફામ કાર ચાલકો ક્યારે સુધરશે? સુરતમાં કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા મોત

Surat Accident News: સુરતથી સવારે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સવારના સમયે સુરતના રીંગ રોડ કાર અને બાઇક વચ્ચે પર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. કાર ફૂલ સ્પીડમાં હોવાથી કારની (Surat Accident News) એરબેગ પણ ખૂલી ગઈ અને કારમાં ગ્લાસ અને સીગરેટનું પેકેટ પણ મળી આવ્યું છે. આ તરફ હવે પોલીસે કારચાલકની ઘરપકડ કરી છે.

એક યકનું ઘટનાસ્થળ પર મોત
સુરતના રિંગરોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. વિગતો મુજબ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ તરફ અકસ્માત થતા કાર ચાલક કાર મુકી ફરાર થયો છે. આજે સુરતના રિંગરોડ સ્થિત ફ્લાય ઓવરબ્રિજની ઘટનામાં કાર ફૂલ ઝડપે હોવાથી કારની એર બેગ પણ ખુલી ગઈ હતી. આ તરફ સાલબતપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી કારચાલક દેવ નામના યુવકની ધરપકડ કરી છે.

કારમાંથી ભાજપનો ખેસ મળ્યો
મળતી માહિતી અનુસાર, શહેરના ઉધના દરવાજા ઓવરબ્રિજ પર આજે (20મી ઓક્ટોબર) વહેલી સવારે પૂરપાટ દોડતી કારે એક બાઈકને અડફેટે લીઘી હતી. જેમાં બાઈક ચાલક સંજયકુમાર (ઉં.વ.45)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ મામલે પોલીસે દેવ નામના કાર ચાલકની ધરપકડ કરી છે. તે દારૂના નશામાં હોવાની હાલ આશંકા છે. તેની કારમાંથી ભાજપનો ખેસ, ગ્લાસ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યા છે.

વેપારીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ
ઉલ્લેખનીય છે કે, મૃતક સંજયકુમાર કાપડનો વેપારી હતી. તે વહેલી સવારે જોધપુરથી આવતા માતા-પિતા રેલવે સ્ટેશને લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. વેપારીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.