સુરતના પુણા વિસ્તારમાં હિટ એન્ડ રન ની ઘટના બની હતી. લેન્ડમાર્કેની સામે કડોદરાથી સુરત જવાના રોડ ઉપર જાહેરમા પૂર ઝડપે આવેલા કાર ચાલકે એક્ટિવા ચાલક ને ઉડાવી ફરાર થયો હતો. આ ઘટના ૨૮ જુન ના રોજ બની હતી. આ અકસ્માતમાં મૃતકને માથામાં તથા જમણી બાજુની પાસળીના ભાગે તથા જમણા પગના ઘુટણના ભાગે તથા પંજાના ભાગેતથા નાકના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.
આ અક્સમાત બાદ તેઓને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ અને બાદમાં આશુતોષ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તારીખ ૬ જુલાઈ ના રોજ તેમનું હોસ્પીટલમાં અવસાન થયું હતું, જેને લઈને રાજેશ મહારાજ્વાલાની પત્ની કાશ્મીરા બેન એ પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શક્શ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
પુણા પોલીસ દ્વારા હવે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ IPC ની કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા M.V.ACT કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત : લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક રત્નકલાકાર હિંમત હાર્યો, ગળેફાંસો ખાઇને આપઘાત
જુઓ વિડીયો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news