સુરતમાં પતિએ પત્નીને વિડીયો કોલ કર્યો અને પ્રેમિકા સાથે માણ્યું શરીરસુખ, પત્નીએ આ જોઇને જે કર્યું…

આપણે જાણીએ જ છીએ કે, પતિ-પત્નીના ઝઘડાઓ સામાન્ય બાબતમાં થતા હોય છે. જોકે તેમાં જ્યારે પતિ-પત્ની ઓર વોનું ફેક્ટર આવે ત્યારે પાત્રો મર્યાદા લાંધી અને ભાન ભૂલી જતા હોય છે. સુરતમાં હાલ એવી જ એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે જેમાં પત્નીથી અલગ થવા માંગતા એક પતિએ તમામ મર્યાદાઓ પાર કરી હતી.

સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે જાણવા મળ્યું છે કે, અહીંયા એક પત્ની પાસેથી છુટાછેડા લેવા માગતા પતિએ એવી કરતૂત કરી છે કે, જાણીને વિશ્વાસ નહીં થાય. એક પત્નીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના શારીરિક સંબંધ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પત્નીનો આરોપ છે કે તેના પતિએ પ્રેમિકા સાથે રહેવા માટે ઘર છોડી દીધું હતું.

આ ઉપરાંત તેણે પત્નીને એક વીડિયો કોલ કર્યો અને તેમાં ચાલુ ફોને પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધતા દૃશ્યો બતાવ્યા હતા. આ દરમિયાન પત્નીએ તેનો સ્ક્રિન શૉટ લઈ લીધો હોવાનો દાવો છે અને તેના આધારે તેણે પોતાના જ પતિ વિરુદ્ધ શહેરના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સતત મહિલા અત્યાચારની ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે આજે એક એવી ફરિયાદ પોલીસ સામે આવી કે પોલીસ પણ એક સમય માટે વિચારમાં પડી ગઈ. સુરતના અમરોલી વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતી મહિલા દ્વારા તેના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મહિલાના વર્ષ 2009માં મનોજ નામના યુવક સાથે પ્રેમલગ્ન થયા હતા.

જોકે લગ્ન જીવન દરમિયાન મનોજ થકી તેને બે પુત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી પતિ મનોજને અડાજણ ખાતે રહેતી ગીતા નામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પતિ મનોજ તેની પ્રેમિકા ગીતાને ત્યાં રહેવા લાગ્યો હતો.

જોકે, પોતાનું લગ્ન જીવન બચવા માટે આ મહિલાએ પતિ મનોજ અને તેની પ્રેમિકા ગીતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બાબતે પતિ સાથે અનેક વખત ઝઘડો થયો હતો. આ ઉપરાંત પતિ મનોજ પ્રેમિકા માટે તેને કેટલીકવાર માર પણ મારતો હતો. જેને લઈને છેલ્લા કેટલાક સમયથી આ મહિલા તેની માતાના ઘરે જતી રહી હતી.

જોકે પતિ અને તેની પ્રેમિકા એટલા બેશરમ બન્યા હતા કે, ગઈકાલે પતિ મનોજે પત્નીને વિડીયો કોલ કરીને પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે પત્ની તેને છુટાછેડા નહીં આપે તો ઘરે નહિ આવવાની ધમકી પણ મનોજ આપતો હતો. જેથી પત્નીએ પતિ જયારે આ શરીર સંબંધ બાંધતો હતો તે સમયના વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શોટ લઈ લીધો હતો અને તેના આધારે પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ આ મહિલાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દ્વારા આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *