ગાયમાતાનાં પેટમાં એકત્ર થતું પ્લાસ્ટિક કાઢવા અપનાવો આ દેશી ઈલાજ- વાંચવા જેવો છે આ લેખ

હિંદુ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે, ગાયમાતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે જેથી એને ‘માતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની સાથે-સાથે જ…

હિંદુ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે, ગાયમાતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે જેથી એને ‘માતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની સાથે-સાથે જ ગાય માતાને હિંદુ ધર્મમાં ખુબ અગત્યતા આપવામાં આવી છે. ગાય આપણને દૂધ આપે છે. જેનો આપણે અનેકવિધ વાનગીઓ બનાવવાની ઉપરાંત ઔષધી બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ.

ગાયના મૂત્ર એટલે કે, ગૌમૂત્રનો આપણે ધાર્મિક કાર્યો તેમજ ઔષધિમાં પણ ઉપયોગ કરીએ છીએ. પણ આજે આપણી એ જ ગાય માતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જાણો કઈ છે એ મુશ્કેલી? આજે મોટાભાગની વસ્તુનાં પેકેજીંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.

શહેરનાં તમામ પશુપાલકો ગાયોને દૂધ દોહવાના સમયની સિવાય સંપૂર્ણ દિવસ માટે ભટકતી મૂકી દેતા હોય છે ત્યારે ભૂખી ફરતી ગાયોને પુરતો ખોરાક મળતો નથી. આની સાથે જ શહેરોમાં એમને ચરવા માટે યોગ્ય ખોરાક નથી મળતો. આવા સમયમાં ગાય જે કાંઈ મળે તે ખાઈ લેટી હોય છે. જેમાં પ્લાસ્ટિક,રબ્બર, ટાયર તથા ચામડું પણ ચાવી જતી હોય છે.

ગાય માતાને રઝળતા અટકાવવાની માનવતા તો નથી રહી, એમને ચરવા લાયક ભૂમિ પણ નેતાયો ખાઈ ગયા છે ત્યારે તેને પ્લાસ્ટિક ખાઈને મરતી તો બચાવી શકીએ છીએ. આવા અખાદ્ય પદાર્થો ખાવાને કારણે પેટમાં એકત્ર થાય છે તેમજ તેની ગાંઠ બહારથી દેખાવા લાગે છે. પ્લાસ્ટિક અથવા તો ચામડું ખાવાને કારણે ક્યારેક ગાયનું મોત પણ થઈ જતું હોય છે. જો ખરેખર ગાયને માતા તરીકે માનતા હોઈએ તો થોડા દેશી ઈલાજ અપનાવીએ.

જાણો ગાયનાં પેટ માંથી પ્લાસ્ટિક કાઢવાનો દેશિ ઈલાજ:
ગાય માતાના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવા માટે 200 ગ્રામ દીવેલ અને તલનું તેલ, સરસીયું તેમજ 100 ગ્રામ હરડેનું ચૂર્ણ લેવાનું રહેશે. આટલી વસ્તુ ભેગું કરીને તેના 3 એકસરખા ભાગ કરીને 3 વાર આપવાથી ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક બહાર નીકળી જતું હોય છે.

બીજા પ્રયોગ મુજબ 100 ગ્રામ લીમડો, એરંડા અને સરસવને છાશમાં મિશ્રણ કરીને ગાયને આપવું જોઈએ. આ મિશ્રણ ગાયના પેટમાં ગયા બાદ રાસાયણિક પ્રક્રિયાની શરુઆત થાય છે. જેને કારણે પેટમાં રહેલું પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નીકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *