Surat: ગુજરાતની અસ્થિર પરિસ્થિતિનો વિરોધ કરતા કોંગ્રેસી નેતાઓની અટકાયત- જુઓ ઘર્ષણનો વિડીયો

આજે સવારથી સુરત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા બિન સચિવાલય પરીક્ષા રદ કરવમ આંદોલનને ટેકો આપવા, ડુંગળીના બેફામ ભાવ વધારાના વિરોધ અને સુરતીઓ પાસેથી હાઈવે પર લેવામાં આવતા તોલ ટેક્સને નાબુદ કરવા માટે કલેકટર કચેરી, અઠવાલાઈન્સ ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકર્તાઓ અને યુવા કાર્યકરો જોડાયા હતા.

પોલીસને ડુંગળીનો હાર પહેરાવવાનો પ્રયાસ

અટકાયત માટે આવેલી પોલીસની મહિલા કર્મચારીઓને કોંગ્રેસી મહિલા કાર્યકરોએ ડુંગળીનો હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને મહિલા કાર્યકરો હાર પહેરાવે તે પહેલા જ તમામને ટીંગાટોળી કરીને વાન માં બેસાડી દીધા હતા.

ખાનગી ડ્રેસમાં આવેલી મહિલા પોલીસ સાથે થઇ ચકમક

અટકાયતી પગલા લેતી વખતે પોલીસ વિરુદ્ધ પણ કોંગી કાર્યકરો અકળાયા હતા અને ખાનગી ડ્રેસમાં આવેલા પોલીસકર્મીઓ પાસે આઈકાર્ડ માંગીને પછી જ અટકાયતી પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી, પરંતુ પોલીસે પોતાનું કામ શરુ રાખીને તમામને બેસાડી દીધા હતા.

કોંગ્રેસ પ્રમુખ સહીતની અટકાયત

પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સહીત ૨૫ કાર્યકર્તાઓ ની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અટકાયતી પગલા લેતી વખતે કોંગી કાર્યકરોએ પોલીસ અને રૂપાણી વિરુદ્ધ નારેબાજી કરી હતી. બીનસચિવાલયની પરીક્ષાઓ રદ્દ કરવા અને ડુંગળીના ભાવમાં ભાવઘટાડો કરવાની માંગ સાથે આવેલા કોંગી કાર્યકરો નું પ્રદર્શન ગણતરીની મીનીટો માં સમેટાય ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *