Surat HeavyRain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થયા છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ ગયા છે. સોમવારે 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ(Surat HeavyRain) નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ખાડીની ભયજનક સપાટી 8.48 મીટર
આજે સવારે સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીની લગોલગ પહોંચી ગયું હતું. કાકરા ખાડીની ભયજનક સપાટી 8.48 મીટર છે અને તે હાલ 6.45 મીટરની સપાટીએ વહી રહી છે. ભેદવાદ ખાડી 6.7 મીટર, મીઠીખાડી 8.65 મીટર, ભાઠેના ખાડી 6.45 મીટર, સીમાડા ખાડી 4.5 મીટરે વહી રહી છે.
સીમાડા ખાડી તેની ભયજનક સપાટી 4.5 મીટરની લગોલગ પહોંચી છે.રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે.88 રસ્તા બંધ થયા છે.
બારડોલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો
હવામાન વિભાગ પાસેથી મળકી માહિતી પ્રમાણે, 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે માણાવદરમાં 10.2 ઈંચ, વિસાવદરમાં 9 ઈંચ, પલસાણામાં 7.6 ઈંચ, કેશોદમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના કામરેજ, પારડી, ચીખલી, માણિયા હાટીના, વાપી, દ્વારકા, કપરાડા અને બારડોલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો
માંગરોળ તાલુકામાં રાત્રીના ચાર ઈંચ વરસાદ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં રાત્રીના ચાર ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાતા તત્ર દોડતું થયું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના 2.00 વાગ્યે ધુંટણસમા પાણી ભરાયા હતા. જેની તત્કાલ જાણ માંગરોળના નાયબ મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓએ SDRFની ટીમને કરી હતી. જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષો તથા બે બાળકો મળી 21 વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કમરૂનગરમાં બાળકો, મહિલાઓનું રેસ્ક્યુ કરાયું
આ તરફ મીઠી ખાડી છલકાતા લિંબાયતના કમરૂનગરમાં બાળકો, મહિલાઓનું રેસ્ક્યુ કરાયું હતું. લિંબાયતમાં બોટો ફરતી થઈ છે. ખાડીનું પાણી બેક મારવાના લીધે આ વિસ્તારમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. કુંભારિયાના હળપતિ વાસમાં 15 લોકોને કુબેરજી વિઝન કોમ્પલેક્સમાં ખસેડાયા છે. પ્રમુખ પાર્ક બ્રિજ પાસે ગણેશનગરમાં પાણી ભરાતા આંગણવાણીમાં લોકોને ખસેડાયા છે. ક્રિષ્ણા નગર અને પ્રેમનગર પાસે ખાડીના પાણી બેક માર્યા છે. ભટારના આઝાદનગરમાં પાણી ભરાતા અનાજ, ઘરવખરી ખરાબ થઈ ગઈ છે. પાલમાં મધુવન સર્કલ પાસે રાત્રિના સમયે સિલ્વર ક્રેસ્ટ બિલ્ડિંગની પાર્કિંગની દિવાલ તૂટી પડી હતી. કારોને નુકસાન થયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App