કામરેજ ભાજપના યુવા મંત્રી શૈલેશ મેરનું રાજીનામું- ‘માલધારીઓને ન્યાય આપો’ના સુત્રોચાર સાથે મોટી સંખ્યામાં એકઠા થયા માલધારીઓ

સુરત(Surat): શહેરમાં રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સુરત ના કામરેજ(Kamrej)ના ભાજપના યુવા મંત્રી શૈલેશ મેરે(Shailesh Mer) ભાજપ(BJP)માંથી રાજીનામું આપી…

સુરત(Surat): શહેરમાં રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સુરત ના કામરેજ(Kamrej)ના ભાજપના યુવા મંત્રી શૈલેશ મેરે(Shailesh Mer) ભાજપ(BJP)માંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે.

શૈલેશ મેરે સુરત જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને રાજીનામું ધર્યું છે. આ રાજીનામાંમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મારી આવડત અને યોગ્યતા પ્રમાણે પાર્ટીએ મારી નિમણુક કરી તેનો હું ઋણી છું. મને મળેલી જવાબદારી જે મારી સમજણ શક્તિ પ્રમાણે પ્રમાણિકતાથી નિભાવવાનો પ્રયત્ન કરેલ છે.

વધુમાં આગળ લખ્યું છે કે, પરંતુ હાલમાં હું કામરેજના ભાજપના યુવા મંત્રી તરીકે ફરજ હતી તે હોદ્દા પરથી હું ભાજપમાંથી રાજીનામું આપું છું. મારા સમાજને ઘણા સમયથી થઈ રહેલા અન્યાય અને અત્યાચારોને લઈને હું ભાજપ છોડું છું.

જો કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC) દ્વારા ઢોર પકડવાના મામલે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ડભોલીમાં સુત્રોચાર અને બેનરો સાથે મોટી સંખ્યામાં માલધારી ભેગા થયા છે. જેમાં બેનરોમાં માલધારીઓને ન્યાય આપો, માલધારીઓ માટે અલગ પશુપાલન ઝોન ફાળવવામાં આવે, ફક્તને ફક્ત માલધારી સમાજને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે, અમારા નુકશાનનું જવાબદાર કોણ? માલધારી એકતા જિંદાબાદના બેનરો લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *