ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી… દેશભરમાં સેકંડો લોકોએ હાથમાં તિરંગો લઈને કરી જીતની ભવ્ય ઉજવણી- જુઓ વિડીયો

એશિયા કપ(Asia Cup)માં, ભારતે પાકિસ્તાન(India VS Pakistan)ને 5 વિકેટે હરાવ્યું. ભારતની શાનદાર જીત બાદ ચાહકોએ તેની ભવ્ય ઉજવણી કરી હતી. આખા દેશમાં લોકોએ હાથમાં તિરંગો…

એશિયા કપ(Asia Cup)માં, ભારતે પાકિસ્તાન(India VS Pakistan)ને 5 વિકેટે હરાવ્યું. ભારતની શાનદાર જીત બાદ ચાહકોએ તેની ભવ્ય ઉજવણી કરી હતી. આખા દેશમાં લોકોએ હાથમાં તિરંગો લઈને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી જેઓ વિજય બાદ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારતીય ફેન્સનો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતે T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો હતો. ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો, દેશભરમાં ચાહકો રસ્તા પર આવીને આ જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

મુંબઈ:

ઉત્તર પ્રદેશ:

મધ્યપ્રદેશ:

બેંગ્લોર:

પશ્ચિમ બંગાળ:

મહારાષ્ટ્ર:

ભારતની જીતમાં હાર્દિક બન્યો હીરો:
હાર્દિકે પ્રથમ બોલિંગમાં તેની યોગ્યતા સાબિત કરી, ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ લીધી, જેના આધારે ભારતે પાકિસ્તાનને 19.5 ઓવરમાં 147 રનમાં આઉટ કરી દીધું. આ પછી, લક્ષ્યનો પીછો કરતા, તેણે 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા અને રવિન્દ્ર જાડેજા (29 બોલમાં 35 રન) સાથે 52 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવીએ 4 વિકેટ લઈને પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. આ મેચમાં હાર્દિકને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *