Lab Grown Diamond Latest Update: વિજય માલ્યા કે નીરવ મોદી ત્યાં સુધી જ ઈજ્જતદાર હતા, જ્યાં સુધી તેમની કાળી કમાણી અને લાખો લોકોના રૂપિયા કેવી રીતે ક્યાં હજમ થઈ ગયા તે લોકો જાણી નહોતા શક્યા.
આવું જ કંઈક થઈ રહ્યું છે સુરતના હીરા ઉદ્યોગ જગતમાં. સેંકડો લોકો પાસેથી લાખોથી કરોડો સુધીની રકમ લઈને મોટો નફો અપાવે એવા સિન્થેટિક ડાયમંડ (Lab Grown Diamond or synthetic Diamond) તેમજ હીરા માપવાની ટેક્નોલોજીના કોઈએ ન જોયેલા મશીનના કાગળ પરના માલિકો બનાવવામાં આવ્યા.
લોકો પણ લાલચમાં આવી ગયા અને મૂળ તો સૌરાષ્ટ્રવાસીઓ. કોઈએ જમીન વેચી તો કોઈએ વ્યાજે ફરતી રકમો પાછી ઉઘરાણી કરીને આ ડાયમંડ કિંગ ને આપી દીધી. ડાયમંડ કિંગ એ પણ તમામને વ્યાજ કરતા વધુ કમાશો અને ચોખ્ખો નફો મળતો રહેશે તેવી લાલચ આપીને લાખો કરોડોની રકમ ઉઘરાવી લીધી.
આ ડાયમંડ કિંગ ની એક મોડસ ઓપરેન્ડી હતી અને સૌને કહેતો કે, અમારી પાસે જે મશીન છે તે દુનિયામાં કોઈ પાસે નથી અને આ ટેકનોલોજી લીક નથી થવા દેવાની એટલે એ તમને જોવા નહિ મળે પણ તમે મશીનના માલિક કહેવાશો પણ માત્ર કાગળ પર જ.
તમને મશીન જોવા નહીં મળે. તમારે તમારા મશીનમાં હીરા મપાવવા હોય તો અમારા કંપનીના ગેટ પર આપી દેવાના અને મપાય ગયેલો માલ પણ તમને ત્યાં જ મળી જશે. વધુમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે જ જો મશીન ના માલિક બનવું હોય અને નફો મેળવવો હોય તો પૈસા આપી દો પણ તમને મશીન જોવા મળશે નહીં.
સ્વાભાવિક છે ઊંચો નફો આપવાની વાત કરતા આ ડાયમંડ કિંગ ની વાતમાં તમામ આવી ગયા અને ગાડરીયા પ્રવાહની જેમ એક પછી એક સેંકડો લોકોએ લાખોથી કરોડોની રકમ આ ડાયમંડ કિંગ ને આપી દીધી. સાંભળવા તો એવું પણ મળ્યું છે કે અહીંયા ઇન્કમટેક્સની એક મોટી રેડ કરવામાં આવી હતી પણ રેડ કરનાર કે રેડ કરાવનારને ફાયદો મળી જતા ભીનું સંકેલી લેવામાં આવ્યુ અને આ ડાયમંડ કિંગ વિજય માલ્યા કે નીરવ મોદી છે, તે જાહેર થતું થતું રહી ગયું.
હું વારંવાર વિજય માલ્યા અને નીરવ મોદીનું નામ એટલે લઈ રહ્યો છું, કારણ કે સુરતના આ ડાયમંડ કિંગ એ વિશ્વભરમાં પોતાની ઓફિસો ખોલી નાખી છે. સુરતમાં તો ઠેર ઠેર બિલ્ડીંગો પણ ભાડે રાખીને ઓફિસો ખોલી નાખી હતી. પણ હવે પોતાની હવામાં ઊભી કરેલી વાતો અનુસાર કામ ન થતા ઉઘરાણી વાળાઓ સતત રૂપિયા માંગી રહ્યા છે. ત્યારે આ ડાયમંડ કિંગ લોકોને ઓછી રકમ આપીને ચૂકવણું કરી રહ્યો હોય તેવું પણ જાણવા મળ્યું છે.
હીરા ઉદ્યોગના જાણકારો કહી રહ્યા છે કે, આ ડાયમંડ કિંગ નો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી જવાનો છે અને કેટલાય લોકો રડવાના છે. કદાચ જો આ કંપની ઉઠી જાય તો હીરા ઉદ્યોગનું ઐતિહાસિક ઉઠામણું કહેવાશે અને સૌથી વધુ હિરાવાળા રડશે. નકલી માણસો અને નકલી હીરા ક્યારેય ચાલે નહીં તેમ નકલી હીરા વેપારી પણ ચાલે નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube