જાગરણની રાત્રે મહિલાઓ માટે યોજાશે કાયદા કથા- વધુ જાણો અહી

નવ યુવા સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં લોકજાગૃતિ અને કાયદાકીય બાબતોની પ્રવૃત્તિ બિલકુલ સેવા ભાવનાથી મફતમાં કરી રહ્યું છે. આ સંગઠને આજદિન સુધી કોઈ ફંડ, ફાળો, સહાય કે મદદ માંગી નથી અને લીધી પણ નથી તેમ છતાંય તાપીના પ્રશ્ને, ટ્રાફિકના પ્રશ્ને તેમજ સુરતની વિવિધ સમસ્યા અંતર્ગત હાઈકોર્ટથી લઈ સુપ્રિમ કોર્ટ સુધી સ્વખર્ચે લડાઈ લડી છે.

સંસ્થાના કાર્યો જોઈને ઘણા લોકો સંસ્થાને મદદ કરવા ઈચ્છતા હતા, પરંતુ સંસ્થાના નિયમોના કારણે સંસ્થા કોઈ આર્થિક મદદ સ્વીકાર કરતી ન હતી. આગામી દિવસોમાં જાગરણની રાતે ખાસ કરીને મહિલાઓમાં જાગૃતિ લાવવા મહિલા અધિકારોની કાયદા કથાનું આયોજન કરેલ છે. જેમાં લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને જનતાનો આર્થિક સહયોગ લેવાનું નક્કી કરેલ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કાયદા કથાનું સફળ આયોજન થયું હતું જેમાં રોજેરોજ મોટી સંખ્યામાં સુરતના શહેરીજનો આવતા હતા.

આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્ર ના કાયદાકીય નિષ્ણાંતો આવીને અઓડીઓ વિજ્યુલ અને ભાષણો ના માધ્યમથી બંધારણીય હક્ક અને કાયદાનું જ્ઞાન નિઃશુલ્ક આપશે. આ કાર્યક્રમની વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમમાં કાયદાનું જ્ઞાન આપવા મહદઅંશે મહિલાઓ જ આવશે. નારી સુરક્ષા, સરકારી સહાય, મહિલા સશક્તિકરણને લગતા કાનુન અને કાયદાઓ નું જ્ઞાન અહી પીરસાશે.

આ વખતે મહિલાઓ માટેના આ આયોજન માત્ર મહિલાઓને ધ્યાનમાં રાખીને કરાયું છે જેમાં પુરુષો ને એન્ટ્રી તો મળશે પરંતુ સાથે માહિલા હોવી ફરજીયાત છે. અને આ કાર્યક્રમ માટે સંગઠન દ્વારા સહાય કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. જેથી સારું આયોજન થઇ શકે. Trishul News પણ આ કાર્યક્રમ માટે ગુજરાતની જાહેર જનતાને આ સંગઠનને સહાય કરીને કાર્યક્રમ સફળ બનાવવા અપીલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *