Exclusive” સરદાર વલ્લભભાઈ પટેલ ની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતું કેવડીયા કોલોની દારૂનો અડ્ડો બન્યું

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતું કેવડીયા કોલોની હવે કદાચ કેન્દ્રશાસિત પ્રદેશ બની શકે છે. આવી અટકળો મળતા જ વેપારીઓ દ્વારા પરપ્રાંતીય મુસાફરોને આકર્ષવા માટે નવા નવા પ્રયત્નો થઈ રહ્યા છે. નર્મદા જિલ્લાના કેવડીયા, પોઇચા, રાજપીપળા અને દેડિયાપાડામાં નોન આલ્કોહોલિક બિયરનું ધુમ વેચાણ થઇ રહયું છે. વેપારીઓ દ્વારા દુકાનો ને બીયર બાર ની માફક સજાવવામાં આવી રહી છે. ત્યારે પોઇચા પાસે આવેલ યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર પાસે જ આ બિયરની દુકાનો ખુલતા આવતા ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે.

પોઇચા નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર સંચાલક, શ્રીજી સ્વામી આ અંગે કહે છે કે, ‘કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. દુકાનોની બહાર લાગેલા બિયર શોપના પાટીયા જોઇ તેઓ બિયર બાર સમજીને જતાં હોય છે. પણ બિયર બારમાં તેમને નોન આલ્કોહોલીક બિયર મળી રહયો છે. ત્યારે નર્મદા જિલ્લો પ્રવાશન સાથે સાથે એક તીર્થધામ પણ છે. આ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે. જેમાંય 6 વર્ષથી બનેલ પોઇચા પાસે સ્વામિનારાયણ મંદિર તો રાજ્યમાં અતિ પ્રચલિત થવાને કારણે અહીંયા રોજના પાંચ હજારથી વધુ પ્રવાસીઓ અને ભક્તો આવે છે. ત્યારે આ મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ બિયર સોપની દુકાનો ધમધમતી થતા ભક્તોની આસ્થાને ઠેસ પણ પહોંચે છે. કેટલાય ભક્તો મંદિરના સ્વામીઓ ને બિયર સોપ હટાવવા સૂચન કરે છે ત્યારે મંદિરનાં સંચાલકોના મતે આજે ગાંધીના ગુજરાત અને જેમાંય હાલના પીએમ નરેન્દ્ર મોદીનાં ગુજરાતમાં આવું દુષણ દૂર કરવાની માગ પણ મંદિરના સંચાલકો કરી રહ્યા છે.’

બિયર સોપનાં માલિક અમિત પટેલે આ અંગે તેમના વિચાર જણવતા કહ્યું કે, ‘નર્મદા જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટો લાવી રહી છે. કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવા છતાં દારૂબંધીના કારણે પ્રવાસીઓ આલ્કોહોલનું સેવન કરી શકતાં નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા કેવડિયાને યુનીયન ટેરીટરી બનાવવામાં આવે તેવી અટકળો તેજ બની હતી. દેશમાં ફરી એકવાર એનડીએની સરકાર બની છે તથા વડાપ્રધાન 21મી ઓકટોબરના રોજ વિવિધ પ્રોજેકટના લોકાર્પણ માટે ફરીથી કેવડીયા આવી રહયાં છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હાલ પોઇચા, કેવડીયા, રાજપીપળા અને દેડીયાપાડામાં નોન આલ્કોહોલીક બિયરનું વેચાણ કરતી દુકાનો બિલાડીના ટોપની માફક ખુલી રહી છે. તેનાથી ગુજરાતના અને બાહ્ય પ્રવાસીઓ બિયર તો નોન આલ્કોહોલીકથી છેતરાય છે. ત્યારે દુકાનદારો પણ આ બિયર સોપ નામ આપી પ્રવાસીઓને લલચાવી રહ્યા છે. દુકાનદારો રોજના 5000 હજાર આવતા પ્રવસીઓમાં રોજના 500 નોનઆલ્કોહલ બિયર નું વેચાણ કરી રહ્યા છે જોકે આ બિયર સોપ ની કોઈ પરમિશન નથી લીધી.’

ખુલ્લેઆમ દારૂ વેચવા ની બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમની પાસે કોઇ માહિતી ન હતી. તેમણે કેમરા સામે આવવાની મનાઈ કરી દીધી અને ફોન પર તપાસ કરવાની વાત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *